ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ

નિસર્ગ વાવાઝોડું ભલે ટળી ગયું હોય પરંતુ તેની અસર હજી પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર છે, તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 24કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 24 કલાક દરમ્યાન આહવા, વઘઈ, સુબિર અને સાપુતારામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સૌથી વધુ સાપુતારામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે, હાલ સમગ્રડ ડાંગ જિલ્લામાં વરસાદ બંધ છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

  1. આહવા : 3.56 ઈંચ
  2. વઘઈ :1.84 ઈંચ
  3. સુબિર: 2.44 ઈંચ
  4. સાપુતારા : 5.04 ઈંચ

સુરતમાં વહેલી સવારથી ઝરમર વરસાદ

તો બીજી તરફ, સુરતમાં પણ હજી અસર દેખાઈ રહી છે. સુરતમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કતારગામ, વેડરોડ, વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે સુરતીઓને બફારા બાદ વાતાવરણમાં ઠડક અનુભવાઈ રહી છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાટણ જિલ્લાના રાઘનપુર તેમજ સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તાર ઝેકડા, ગઢા, કોલીવાડા ગામોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. તો સાથે જ વીજળીના કડાકા તેમજ ભારે પવનના લીધે મોટાભાગના ગામોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે.

ભારે પવન સાથે શહેરમાં વરસાદી ઝાપટું

રાજકોટમાં મોડી રાત્રે 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે શહેરમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું. ભારે પવન અને વરસાદી ઝાપટાથી રાજકોટના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, પવન સાથે ખાબકેલા વરસાદી ઝાપટાએ ખોલી PGVCL તંત્રની પોલ ખોલી હતી. વરસાદી ઝાપટાથી અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ હતી. હજી બે દિવસ પૂર્વે PGVCL ના MD શ્વેતા ટિયોટીયાએ PGVCL તંત્ર સજ્જ રહી 24 કલાક વીજળી આપવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો:-  3 રાજ્યોએ પોતાની સરહદ સીલ કરી દેતા શ્રમિકોનું વતન વાપસીનું સપનું ચકનાચૂર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.