કોરોના મહામારી વચ્ચે રેલવે વિભાગ દ્વારા ૩૦ જૂન સુધી ટ્રેનો રદ કરવામાં આવી હતી. ત્યારે અનેક રાજ્યોમાં રેલવે દ્વારા કેન્સલ કરાયેલ ટ્રેનમાં કન્ફર્મ કરવામાં આવેલ મુસાફરોને ટિકીટ રીફંડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ રિફંડ પ્રક્રિયામાં રાજકોટ રેલવે વિભાગ દ્વારા એક સપ્તાહમાં કુલ 29,769 મુસાફરોને કુલ ૨,૨૨,૭૨,૭૨૦ નું રિફંડ આપવામાં આવ્યું છે. 

- Advertisement -

લોકડાઉનના પગલે કુલ ૩૦મી જૂન સુધી ટ્રેનો રદ કરવાના પગલે યાત્રિકોએ અગાઉ કરાવેલ બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. આ માટે રિફંડ આપવાની શરૂઆત ગત 25 મેથી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી કુલ 2.22 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે. આ સાથે 1 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી બુકીંગ કરવામાં આવેલ યાત્રિકોને ૧ થી ૬ જુન સુધી રિફંડ આપવામાં આવશે. રિફંડ માટેની કાર્યવાહી રાજકોટ ડિવિઝનના જંક્શન, ભક્તિનગર, જામનગર, દ્વારકા, ઓખા, વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગર વગેરે સ્ટેશન પર કરવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ અત્યાર સુધી રાજકોટના જંક્શન અને ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે કુલ ૧૨,૨૧૭ મુસાફરોને ૮૪.૪૪ લાખનું રિફંડ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:-  ન કોઈ આપણી સીમામાં ઘૂસ્યું છે, ન આપણી કોઈ પોસ્ટ બીજાના કબ્જામાં છેઃ PM મોદી