ગુજરાત સરકારે હજુ પહેલી યોજનાનો પૈસા મળવાના શરૂ નથી થયા તે પહેલા જ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના 2ની જાહેરાત કરી

થોડા દિવસો પહેલા જ #આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરનારી ગુજરાત સરકારે હજુ પહેલી યોજનાનો પૈસા મળવાના શરૂ નથી થયા તે પહેલા જ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના 2ની જાહેરાત કરી દીધી છે. રૂપાણી સરકારે કહ્યું હતું કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 4 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના 4 ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે.

- Advertisement -

પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે

આ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામાં આવશે, જે પૈકી પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આથી લાભાર્થીને 6 માસ દરમિયાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. ત્યારબાદ લાભાર્થી દ્વારા ધિરાણની રકમ 4 ટકાના વ્યાજ સહિત 30 સરખા માસિક હપ્તામાં પરત ચૂકવવાની રહેશે. આ માટે રૂ. 300 કરોડ ફાળવવામાં આવશે.

મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.200 કરોડની ફાળવણી કરવામાં આવશે.

32 હજારથી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂા.25 કરોડ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  અમદાવાદમાં અમિત શાહે રૂપિયા 222 કરોડના ખર્ચે 310 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું