ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા હવે ગાંધીનગરમાં પણ સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને પગલે ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટે ફક્ત ચ ઝીરો સર્કલથી જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો હતો. ગુરુવારે વહેલી સવારે ગાંધીનગર ચ સર્કલ પાસે નોંધપાત્ર ટ્રાફિક જામ થયો હતો. કોરોનાના કેસો પર નિયંત્રણ મેળવવા શહેરમાં અન્ય એન્ટ્રી પોઈન્ટ બંધ કરી ફક્ત ચ ઝીરો સર્કલથી જ પ્રવેશ આપવામાં આવતા મોટાપાયે ટ્રાકિક ચક્કાજામ થયો હતો.
અમદાવાદના કારણે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. ગઈકાલે પેથાપુર અને કલોલમાં કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે વધુ 10 કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે. જેમાં દહેગામ, માણસા, કલોલ, પેથાપુર સેક્ટર 2 સેક્ટર 3 અને સેકટર-24માં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે જિલ્લાનો આંકડો 50 ઉપર પહોંચ્યો છ અત્રે એ બાબત ઉલખનીય છે કે પાટનગરની જનતા લોકડાઉનનું સમર્થનમાં છે. કોઈ એ લોકડાઉન ઉઠાવી લેવાની માંગણી કરી નથી.
લોકડાઉનમાં ગાંધીનગરમાં માત્ર 11 કેસ હતા. તે પણ દુબઇથી આવેલા એક વ્યક્તિની સંપર્કમાં આવેલા વ્યક્તિઓ ના જ હતાં. લોકડાઉન વખતે પરિસ્થિતી સંપૂર્ણ નિયંત્રણમાં હતી.પરંતુ છેલ્લા 5 દિવસથી અચાનક જ રોજના 5 થી 6 કેસ નોંધાતા નગરજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાંધીનગરમાં ધીરે ધીરે કેસો વધીને 18 થયા હતા અને છેલ્લા પાંચ દિવસમાં દર્દીઓનો આંકડો 50એ પહોંચ્યો છે.