માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું છે કે, સ્કૂલો અને કોલેજોને ઓગસ્ટ 2020 બાદ ફરીથી ખોલવામાં આવશે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટ્સના આટલા સમયના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું છે કે, સ્કૂલો અને કોલેજોને ઓગસ્ટ 2020 બાદ ફરીથી ખોલવામાં આવશે. સંભવતઃ 15 ઓગસ્ટ, 2020 બાદ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જશે. ડૉ. રમેશ પોખરિયાલે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી છે. તમને જણાવી દઈએ કે, આ સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ HRD મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકને સ્કૂલ પુનઃ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની જાણકારી તેમણે કાલે ટ્વીટના માધ્યમથી આપી દીધી હતી.

- Advertisement -

સમય આવી ગયો છે કે કોરોનાના સહઅસ્તિતિવનો સ્વીકાર કરતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવા સ્તરથી નક્કી કરવામાં આવે.

તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું, સમય આવી ગયો છે કે કોરોનાના સહઅસ્તિતિવનો સ્વીકાર કરતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવા સ્તરથી નક્કી કરવામાં આવે. આ સાથે જ તેમણે લખ્યું, સ્કૂલોને સાહસિક ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી તો તે અમારી ઐતિહાસિક ભૂલ હશે, સ્કૂલોની ભૂમિકા પાઠ્યપુસ્તકો સુધી સીમિત નહીં રહેશે, પરંતુ બાળકોને જવાબદાર જીવન માટે તૈયાર કરવા પડશે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ મહામારીના કારણે દિલ્હીની તમામ સ્કૂલ-કોલેજ માર્ચ મહિનાથી બંધ છે. એવામાં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, પરંતુ એ વાતથી પણ ઈનકાર ના કરી શકાય કે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભણતરનું નુકસાન થઈ રહ્યું છે.

DyCM પોતાના પત્રમાં લખી હતી આ વાતો

  • કોરોના વાયરસની સાથે જીવવા દરમિયાન દુનિયામાં શિક્ષણમાં મોટા બદલાવ થશે, પોતાની આવશ્યકતા અનુસાર, સ્કૂલોના પુનનિર્માણ કરો, આપણે રાહ ના જોઈ શકીએ કે અન્ય દેશ કંઈક કરે, તો આપણે તેની નકલ કરીએ.
  • આપણે આપણા બાળકોને એક સારી અને વધુ ધ્યાન રાખનારી સ્કૂલ આપીએ.
  • તમામ સ્ટેકહોલ્ડર્સની સાથે પરામર્શ કરીને સ્કૂલ પોતાની જરૂરિયાત અને સંસાધનોને ધ્યાનમાં રાખીને પોતાની યોજના જાતે બનાવી શકીએ.
  • હાલ સ્કૂલોને સપોર્ટની જરૂર હશે, બાળકોની જેમ જ શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો અને સ્કૂલોએ પણ શીખવાની અને જવાબદાર બનવાની જરૂર છે.
આ પણ વાંચો:-  દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી IBના અધિકારીનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક-વિતર્ક


જણાવી દઈએ કે, JEE મેઈન્સની પરીક્ષા 18થી 23 જુલાઈ સુધી થશે. પરીક્ષા અલગ-અલગ પાળીઓમાં આયોજિત થશે. અત્યાર સુધી JEE મેઈન્સમાં એક દિવસમાં બે શિફ્ટોમાં પરીક્ષા લેવામાં આવતી હતી, પરંતુ આ વખતે શિફ્ટ પણ વધી શકે છે. કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની વચ્ચેનું અંતર જાળવી રાખવું પડશે. એવામાં એક શિફ્ટમાં એક એક્ઝામ સેન્ટરમાં પહેલાની સરખામણીમાં ઓછાં વિદ્યાર્થીઓ બેસશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.