કોરોના વાયરસના કારણે હાલ ઘણું બધુ બદલાઈ ગયું છે. આજથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે પરંતુ શાળાઓ વિદ્યાર્થીઓ વગર જ ખુલશે. વર્ષ 2020 -21ના શૈક્ષણિક સત્રના પ્રારંભ અને વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે શાળાઓ ખુલશે. 

- Advertisement -

13 જૂન સુધી શાળા દ્વારા વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે. ધોરણ 1 થી 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા, શાળા છોડયાનું પ્રમાણપત્ર આપવા, પરિણામ તૈયાર કરવા સહિતની કામગીરી હાથ ધરાશે.

જ્યારે 15 જૂનથી બાયસેગના માધ્યમથી ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને વિષયવાર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.કોરોના મહામારીને જોતા હાલ જરૂરિયાત મુજબના શિક્ષકો ને જ બોલાવવા માટે શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  શેર બજારમાં હાહાકાર, સેન્સેક્ટમાં 1100, નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો