સવાલ- અમારાં લગ્નને લગભગ દોઢ દાયકો થઈ ગયો છે. દીકરા-દીકરીઓ ભણે છે. છેલ્લા કેટલાક વખતથી અમને લાગે છે કે સેક્સલાઇફ એકદમ શુષ્ક થઈ ગઈ છે. પહેલાં અમે મહિનામાં ચારથી પાંચ વાર સમાગમ કરતા, પણ એ જાણે મેકૅનિકલ ઍક્ટ થઈ ગઈ છે. મને ઉત્તેજના પણ સરળતાથી આવી જાય છે. પત્નીનો સાથ પણ સારો મળે છે. જોકે દરેક વખતે સમાગમ પછી અમને બન્નેને લાગે છે કે જાણે પહેલાં જેવો રોમાંચ હવે સેક્સમાંથી નથી મળતો. છોકરાઓ મોડી રાત સુધી બહારની રૂમમાં વાંચતા હોય છે એટલે મનમાં એક પ્રકારની ઉતાવળ રહે છે અને અમે ઝટપટ ક્રિયા પતાવી લઈએ છીએ. આખો દિવસ ઘરમાં સાથે હોવા છતાં પ્રાઇવસીનો સમય મળતો જ નથી. અમારા વચ્ચે ઝઘડા થાય છે, પરંતુ સારી અન્ડરસ્ટૅન્ડિંગ પણ છે. નીરસતા અને મૉનોટોનીથી કંટાળો આવે છે તો શું કરવું?

- Advertisement -

જવાબ- જ્યારે સેક્સને એક મેકૅનિકલ પ્રક્રિયાની જેમ ફટાફટ પતાવી દેવામાં આવે ત્યારે એમાં કંટાળો આવે એ સ્વાભાવિક છે. જો સતત વર્ષો સુધી એમ જ કરવામાં આવે તો એ એક કંટાળાજનક કામ બની જાય. બીજું, સેક્સલાઇફ ભોગવવી એટલે માત્ર સમાગમ કરવો એટલો સીમિત અર્થ નથી. એમાં સહચર્ય ખૂબ અગત્યનું છે. માત્ર સ્પર્શ, સૉફ્ટ અને રોમૅન્ટિક વાતોથી અનેકગણું નાવીન્ય ઉમેરાય છે. અત્યારે જે સમય મળ્યો છે એમાં તમે ખૂબબધી વાતો કરીને એકબીજાને સમજી શકો છો. જીવનની મુશ્કેલીઓની ચર્ચા ઉપરાંત તમે ગાળેલા રોમૅન્ટિક દિવસોને પણ સાથે વાગોળો. ઘણી વાર એ દિવસો કરતાં અત્યારે એની યાદો વધુ સુંદર લાગશે.

ફોર-પ્લે અને આફ્ટર-પ્લેમાં વધુ સમય ગાળીને તમે આખીયે પ્રક્રિયાને વધુ સ્પાઇસી બનાવી શકો છો. સેક્સ દરમ્યાન જુદી-જુદી સેક્સ પોઝિશન્સ અપનાવીને નાવીન્ય લાવી શકો છો. જો સમયના અભાવ હોય તો વીક-એન્ડ ગાળવા માટે નજીકના કુદરતી સ્થળે માત્ર તમે બે જણ જ નીકળી પડો. સાથે વરસાદમાં નહાઓ, આખો દિવસ માત્ર એકમેકના સથવારે ગાળો. એવા સમયે તમને રોમૅન્ટિક સમય સાથે ગાળવા મળશે.

આ પણ વાંચો:-  UAEનું પ્રથમ મંગળ મિશન HOPE જાપાનથી થયું લોન્ચ

જસ્ટ થિન્ક વાઇલ્ડ. બન્ને પાર્ટનર્સને ગમતી હોય એવી ચેષ્ટાઓ કરો. વહેલી સવારના સમયે જો તમે ઇન્ટિમસીમાં
રાચશો તો ઘરમાં પણ શાંતિ હશે અને તમને કોઈ ઉતાવળ પણ નહીં રહે.