શાહરુખ ખાન અમ્ફાન વાવાઝોડાથી અસર પામેલ રાજ્ય પશ્ચિમ બંગાળની મદદ માટે આગળ આવ્યો છે. તેની IPL ફ્રેન્ચાઇઝી કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) અને મીર ફાઉન્ડેશન મારફતે તે સહાય કરી રહ્યો છે. તેણે 5000 ઝાડ ઉગાડવાની સાથે અન્ય મદદની જાહેરાત કરી છે.

- Advertisement -

શાહરૂખે શેર કરેલ પોસ્ટમાં લખ્યું હતું કે, મારા માટે કોલકત્તા એક શહેરથી પણ વધુ છે, તે એક ભાવ છે. મેં ત્યાં દોસ્તી જોઈ છે, મને ત્યાં પ્રેમ, ખુશી મળી છે. પણ તે બધાથી ઉપર મને ત્યાં યુનિટી અને ટીમવર્કનું મહત્ત્વ સમજાયું છે. મને લાગે છે કે મારી કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથેની જર્ની જીવનના અનેક પહેલુંને સમજાવે છે. ઈડન ગાર્ડનમાં સારા અને ખરાબ દિવસો બંને હતા, પણ દિવસને અંતે અમે બધા સ્ટેડિયમમાં સાથે મળીને કોરબો લોરબો જીતબોની આશા સાથે ઊભા રહેતા. આજે જ્યારે આ કઠિન પરિસ્થિતિ આવી છે ત્યારે મારા અનુભવોએ મને શીખવ્યું છે કે સાથે મળીને રહેવાથી તાકાત મળે છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ અમ્ફાનથી અસરગ્રસ્ત પામેલ લોકોની મદદ માટે તૈયાર છે. આ સ્થિતિમાં સાથે મળીને બહાર નીકળવાનું છે.

આ પણ વાંચો:-  ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 26મી માર્ચે ચૂંટણી જાહેર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here