પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમના ટ્વીટર પર અપલોડ કરેલા એક વીડિયોના કારણે જામનગરનું તંત્ર દોડતું થઇ ગયું

હાલના ડીજીટલ યુગમાં ટ્વીટરના માધ્યમથી પણ ઘણા લોકોની તેમની સમસ્યા જણાવતા હોય છે અને આ સમસ્યા તંત્રના ધ્યાને આવતા લોકોની સમસ્યાનું નિરાકણ પણ થતું હોય છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમના ટ્વીટર પર અપલોડ કરેલા એક વીડિયોના કારણે જામનગરનું તંત્ર દોડતું થઇ ગયું હતું. શંકરસિંહ વાઘેલાએ અપલોડ કરેલા વીડિયોમાં SRP જવાનોને પડતી મુશ્કેલીનો દૃશ્યો જોવા મળે છે.

- Advertisement -

કેટલાક SRPના જવાનો પાણી વચ્ચે ખાટલા રાખીને સૂવા માટે મજબૂર બન્યા

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કેટલાક SRPના જવાનો પાણી વચ્ચે ખાટલા રાખીને સૂવા માટે મજબૂર બન્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ SRPના જવાનોને પડતી મુશ્કેલીનું વર્ણન પણ કરી રહ્યો છે. વ્યક્તિ કહી રહ્યો છે કે, હાલત જુઓ જવાનોની, રહેવાની કોઈ સગવડ છે નહીં, ખાવાના કોઈ ઠેકાણા નથી, આ પરિસ્થિતિ રિલાયન્સ જામનગરમાં પાણીમાં ખાટલા છે.

વીડિયોની ખરાઈ માટે ગાંધીનગરથી જામનગરના અધિકારીઓના ફોન રણકવા લાગ્યા હતા.

આ વીડિયોમાં શંકરસિંહ વાઘેલાએ CMO ગુજરાત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ટેગ કર્યા હતા. આ વીડિયો ટ્વીટ થયાના થોડા સમયમાં જ વીડિયોની ખરાઈ માટે ગાંધીનગરથી જામનગરના અધિકારીઓના ફોન રણકવા લાગ્યા હતા.

આ વીડિયો બાબતે SRP કેમ્પના સેનાપતિ નીનામાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ સમસ્યા નથી. કદાચ ભૂતકાળમાં આવું બન્યું હોય, તો તે મારા ધ્યાને નથી. ભૂતકાળમાં પડેલા વરસાદના કારણે આ દૃશ્યો કોઈ જવાને મોબાઈલમાં કેદ કરી લીધા હોય.

વીડિયો અપલોડ કર્યા પહેલા શંકરસિંહ વાઘેલએ તેમના ફેસબૂક અકાઉન્ટ પર એક પોસ્ટ કરી

વીડિયો અપલોડ કર્યા પહેલા શંકરસિંહ વાઘેલએ તેમના ફેસબૂક અકાઉન્ટ પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, પોતાના સ્વાર્થ, પદ અને પૈસા માટે પક્ષપલટો કરનારા સામે 302/307 જેવી કડક કલમ લગાવી જોઈએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં પોલીટીકલ મૂલ્યો હોવા જોઈએ. હવે જે મેચ ફિક્સિંગ ચાલી રહ્યું છે તેમાં એવું લાગે છે કે, ભાજપના ત્રણ જીતશે. કોંગ્રેસ પણ ખેલ પાડે અને સામેથી પાંચથી સાત ભાજપના લઇ આવે પણ તેમાં દમ જોઈએ, ધન જોઈએ અને પ્લાનિંગ જોઈએ. એમને જે કરવું હોય તે હું તો અત્યારે થર્ડ પાર્ટી છું.

આ પણ વાંચો:-  ભારતની જવાબી કાર્યવાહીથી જિનપિંગ ને થયું મોટું નુકશાન

તેમને વધુમાં જણાવ્યું હતું કે, હું તો 12 મહિના સરકારમાં આવ્યો હતો. પબ્લિકને પ્રાયોરીટી હોવી જોઈએ તમે માલિક છો. સાચી હાઈકમાન્ડ પ્રજા હોય એવું લાગવું જોઈએ. 2022 પહેલા જે ચૂંટણી હોય તે હું લડીશ અને તેના માટે જરૂર પડે તો નવી પાર્ટી ઉભી કરવી પડે તો એ પણ કરીશું પરંતુ તેમાં વ્યક્તિ સ્વાર્થને અવકાશ નહીં હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.