શહેરના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના GRD જવાને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતા અન્ય કર્મીઓ સ્થળ પર આવી જવાનને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં ICUમાં દાખલ છે. જવાને આપઘાતના પ્રયાસ પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમા તેમણે અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ત્રાસ અપાતો હોવાની વાત કરી છે. 

- Advertisement -

GRD જવાને વીડિયોમાં જણાવ્યું કે, હું છેલ્લા 12 વર્ષથી વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીખે ફરજ બજાવી રહ્યો છું. પરંતુ છેલ્લા 4/5 મહિનાથી મને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આજે મારે જે ડિસિઝન ના લેવું જોઈએ તે લેવું પડે છે. અહીં આર.બી રાણા સર, મનોજભાઈ ખટીક તેમજ હેડ કોન્સ્ટેબલ શશીબેન જેઓ મને જાતિવાદમાં ખૂબજ માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા છે. એટલા માટે હું આપઘાત કરી રહ્યો છું. અને મારા મોતના જવાબદાર શશીબેન, રાણા સાહેબ અને મનોજભાઈ હશે.

અંગે અમદાવાદ જિલ્લાના DYSP કે.ટી કામરીયાએ જણાવ્યું હતું કે, આ જીઆરડી જવાન છે. પીએસઓએ ટપાલ માટે વરધી આપી હતી તેની ના પાડતા જવાનને સવારની ડ્યુટીની જગ્યા પર રાતની ડ્યુટી તેને આપી હતી. જેથી તેણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

આ પણ વાંચો:-  રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા દેવસ્થાનો બંધ, રૂપાણી સરકારે સાવચેતીરૂપે ભર્યા આ મોટા પગલા