28.3 C
Gujarat
Sunday, May 22, 2022

Latest Posts

સુરત: સમગ્ર ગુજરાતનું સૌથી મોટા ડાયમીટરનું બહેડાનું વૃક્ષ ઉનાઈમાં સચવાયું છે

સુરત, તા. 22 જાન્યુઆરી 2022 શુક્રવાર

કોરોનાકાળમાં આયુર્વેદ પ્રત્યે લોકોની માનસિકતા બદલાય છે. જેને કારણે હાલ મોટેભાગે દરેક ઘરમાં શરદી, ખાંસી, તાવ, અને કફ જેવી બિમારીને માટે પણ લોકો આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે. જેમાં એક ઔષધ બહેડો પણ છે. ખાસ વાત છે કે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો ડાયમીટર ધરાવતું વૃક્ષ ઉનાઈ રેન્જમાં છે. જેનો વ્યાસ 812 સેન્ટિમીટર છે.

બહેડા ભારત દેશમાં સર્વત્ર જોવા મળતી વનસ્પતિ છે. ખાસ કરીને તે નીચલા પર્વતીય પ્રદેશોમાં વધારે જોવા મળે છે. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલોમાં તે જોવા મળે છે. ત્યારે ગુજરાત રાજયમાં અંદાજે 500 વર્ષ થી પણ વધુ વર્ષ થી જુનું બહેડાનું વૃક્ષ આવેલું છે. જેનો ડાયમીટર 8.12 મીટર છે એટલે કે તેને સાત વ્યક્તિઓ ભેગા થઈને ઘેરાવો કરે એટલું મહાકાય છે. તેની જાળવણી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:-  ધ્યાન હીટસ્ટ્રોકથી મૃત્યુ વધી શકે છે, બહાર જવાનું ટાળો; નિષ્ણાતો ચેતવણી આપે છે

ઉલ્લેખનીય છે કે બહેડો વૈદ્યોના અતિ પ્રિય ગણાતા વૃક્ષોમાંથી એક છે. જેનો આયુર્વેદની દ્રષ્ટિએ બહોળો ઉપયોગ છે. શરદી, ખાંસી, તાવ, કફ, દમ, હૃદય રોગ અને પથરી જેવા 50 રોગો માટે તેને મહાઔષધી માનવામાં આવે છે. જેને લઇને હાલ કોરોનાની બિમારીમાં લોકો આ બહેડાનો ઉપયોગ શરદી-ખાંસી-તાવ મટે કરે છે.

આ અંગે ઉનાઈ રેન્જના RFO રૂચિ દવે એ કહ્યું કે, બહેડાનું વૈજ્ઞાનિક નામ ટર્મિનેલિયા બેલ્લીરિકા છે. અંદાજ છે કે આ વૃક્ષ 500થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવે છે અમે વૈજ્ઞાનિકોને તપાસ માટે મોકલાવ્યું છે. અહીં અંબિકા નદીનો કાંપ પ્રદેશ હોવાથી ઉનાઈ રેન્જની 12 હજાર હેક્ટર જમીનમાં અનેક દુર્લભ વૃક્ષ જોવા મળ્યા છે. જેમાં મોટા બહેડાના વૃક્ષ ઉપરાંત રાઈટીયા ટિંકટોરીયા (મીઠા ઈન્દ્રજવ)ના પણ વૃક્ષ છે જેમનું સ્થાન વિશ્વમાં ત્રીજું છે.

.

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:​​​​​​​આજથી પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂ.7નો ઘટાડો, અમદાવાદની મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નીકળતા રેસ્ટોરન્ટ સીલ

નમસ્કાર,આજે રવિવાર છે, તારીખ 22 મે, વૈશાખ વદ- સાતમ (કાલાષ્ટમી)આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) આજથી પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા...

ભોપાલની જામા મસ્જિદ, 11મી સદીના ભોજશાળા સ્મારકને લઈને મુશ્કેલી ઉભી થઈ

ભોપાલ: ઉત્તર ભારતના બે પડોશી રાજ્યો, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ જે હેડલાઈન્સ બનાવી રહ્યા છે તે જ હોડીમાં સફર...

સનાતન ધર્મ તેમના માટે શક્તિ છે, ભગવાન પણ તે શોધે છે, અનુરાગે ભાજપ પર વરસાવ્યો, અને પ્રમોદ કૃષ્ણમનો ઉલ્લેખ કરીને સંબિતે લીધો આવો ટોણો

જ્ઞાનવાપી સર્વેની વચ્ચે સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા હિંદુ ધર્મને લઈને આપેલું નિવેદન ચર્ચામાં છે. તેમણે ભૂતકાળમાં અયોધ્યામાં કહ્યું હતું કે 'આપણા હિંદુ...

Latest Posts

Don't Miss