આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંન્ને દેશો વચ્ચે ઘણા દિવસથી ચાલી રહેલ તણાવ ઓછો થશે. 

ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે લદ્દાખ તણાવ પર મહત્વપૂર્ણ બેઠક પૂરી થઈ ગઈ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંન્ને દેશો વચ્ચે ઘણા દિવસથી ચાલી રહેલ તણાવ ઓછો થશે.   

- Advertisement -

ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે લદ્દાખમાં જારી તણાવ પર મહત્વની બેઠક પૂર્ણ થઈ

ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે લદ્દાખમાં જારી તણાવ પર મહત્વની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય સેનાના ઓફિસર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહે ભારત તરફથી બેઠકની આગેવાની કરી હતી. તેઓ હવે મોલ્ડોથી લેહ પરત ફરી રહ્યાં છે. 

ચીની સૈન્ય અધિકારીઓ સાથે બેઠક પહેલા ભારતીય દળનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહે ભારતના કમાન્ડરો સાથે વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવી હતી. 

આ બેઠક મોલ્ડોમાં યોજાઇ જે ટકરાવની જગ્યાએથી 20 કિલોમીટર દૂર છે.

આ બેઠક મોલ્ડોમાં યોજાઇ જે ટકરાવની જગ્યાએથી 20 કિલોમીટર દૂર છે. જ્યાં બેઠક થઈ તે જગ્યા ચુશૂલથી વિતરિત ચીની નિયંત્રણના વિસ્તાર મોલ્ડોમાં સ્થિત છે. ભારત અને ચીન વચ્ચે હાલના વિવાદને ઉકેલવા માટે બંન્ને દેશો વચ્ચે કોર્પ કમાન્ડર સ્તર પર આ બેઠક યોજાઇ હતી. બંન્ને દેશોના સૈન્ય અધિકારીઓએ સરહદ પર જારી તણાવને લઈ વાતચીત કરી હતી

ચીન એલએસીની પાસના વિસ્તારથી પોતાની સેનાની સાથે પાછળ હટે

ભારતની માગ છે કે ચીન એલએસીની પાસના વિસ્તારથી પોતાની સેનાની સાથે પાછળ હટે. ચીન સરહદ પર તૈનાત હથિયારબંધ અને આર્મર્ડ ગાડીઓને પાછળ લઈ જાય. ભાતીય સેના પૈન્ગોંગ ત્સો પર જારી વિવાદ ખતમ કરવા માટે ચીન પર દબાવ બનાવશે.

સરહદ વિવાદ ઉકેલવાના પ્રયાસો જારી છે.

ચીનની સાથે વિવાદ પર ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સરહદ વિવાદ ઉકેલવાના પ્રયાસો જારી છે. સેનાએ કહ્યું કે, ભારત અને ચીનના અદિકારી સૈન્ય અને કૂટનીતિક ચેનલ દ્વારા ભારત-ચીન સરહદ પર ઉભા થયેલા તણાવને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સેનાએ મીડિયાને અપીલ કરી હતી કે આ ઘટનાક્રમને લઈને કોઈપણ આધાર વગર રિપોર્ટિંગ ન કરે.  

આ પણ વાંચો:-  કોંગ્રેસે પોતે જ આત્મચિંતન કરવાની જરૂર છે : પ્રદિપસિંહ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.