અમદાવાદ મ્યુનિ. સ્કૂલોના 200 જેટલા શિક્ષકોને ખાનગી કોવિડ હોસ્પિટલમાં કામગીરી સોંપાઈ છે, પરંતુ શિક્ષકોનો આક્ષેપ છે કે, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે લોકો અથવા વિભાગ અત્યાર સુધી કોરોનાની કામગીરીમાં જોડાયેલા ન હોય તેમને ખાનગી હોસ્પિટલમાં ડ્યૂટી આપવામાં આવે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ પાસે વાહવાહી મેળવવા કોવિડની કામગીરીમાં શિક્ષકોને સોફ્ટ ટાર્ગેટ કર્યા છે.
મ્યુનિ. કમિશનરે તેમના પત્રમાં જણાવ્યું હતું કે, જુદા જુદા ઝોનની 42 ખાનગી હોસ્પિટલોમાં ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓને જરૂરી માહિતી મળે તે માટે આ હોસ્પિટલોમાં એક હેલ્પ ડેસ્ક શરૂ કરાશે. 
શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની શરૂઆતથી જ શિક્ષકોને કામગીરી સોંપાઈ રહી છે. તે પછી સરવે, રેશનની દુકાનો પરની કામગીરી હોય કે અન્નબ્રહ્મ કિટની કામગીરી હોય છતાં પણ આજે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં શિક્ષકોને કામગીરી સોંપાઈ છે. આ સમગ્ર મુદ્દે શાસનાધિકારી એલ.ડી દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેમના તરફથી કોઇ જવાબ મળ્યો ન હતો. 
શિક્ષકોએ આક્ષેપ કર્યો કે, કોવિડ હોસ્પિટલ માટે ઉપલા અધિકારીઓએ શિક્ષકોનું લિસ્ટ અપાયું છે, પરંતુ તેમાં કામગીરી સોંપનાર અધિકારીનું નામ નથી. કોનો ઓર્ડર છે તેની માહિતી નથી.

- Advertisement -
આ પણ વાંચો:-  કોંગ્રેસને જીતાડવા માટે અહેમદ પટેલ ખુદ મેદાનમાં ઉતર્યાં.