હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

શહેરમાં વ્યાજખોરોનો આતંક વયાથત છે. વરાછા વિસ્તારમાં ફરી આવી ઘટના સામે આવી છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ લૉકડાઉનને કારણે તે વ્યાજ ચુકવી શક્યો નહતો. હવે વ્યાજ ન મળવા વ્યાજખોરોએ યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો છે. 10 ટકાના દરે વ્યાજ ન મળતા વ્યાજખોરોએ હુમલો કર્યો હતો. હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હવે વરાછા પોલીસે આ અંગે આગળની તપાસ શરૂ કરી છે. 

- Advertisement -

વ્યાજખોરોએ તેમને માર માર્યો

સુરતના વરાછા વિસ્તારમાં રીવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા યુવરાજસિંહ પરમાર હીરાના વેપાર સાથે સંકળાયેલા છે. તેમણે 10 ટકાના દરે વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ તેઓ લૉકડાઉનને કારણે ધંધો બંધ રહેતા વ્યાજ ન ચુકવી શક્યા. ત્યારબાદ વ્યાજખોરોએ તેમને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના બાદ તેમણે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  આખા સુરત શહેરમાં વેચાય તે પહેલા પકડાયું 1.31 કરોડનું એમડી ડ્રગ્સ