અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર એરપોર્ટ હસ્તગત કરી સંચાલન કરવામાં અદાણી જૂથે હાલ હાથ અધ્ધર કરી દીધા

કેન્દ્ર સરકારે ધામધૂમથી જે જાહેરાતો કરેલી અને સત્તાવાર કરાર પણ કરી દીધા છે છતાં અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર એરપોર્ટ હસ્તગત કરી સંચાલન કરવામાં અદાણી જૂથે હાલ હાથ અધ્ધર કરી દીધા છે.

- Advertisement -

કોરોનાના કારણે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં પોતે આ ત્રણ એરપોર્ટનું સંચાલન ડિસેમ્બર-2020 સુધી સંભાળી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું બહાનુ કાઢી, કરારો થઈ ગયા હોવા છતાં તેનું પાલન કરવાની ના પાડી છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને એવી વિનંતી કરી છે કે, આ માટે જે રૂ. એક હજાર કરોડની ટ્રાન્સફર ફી ચૂકવવાની થાય છે તેની મુદત ઓગસ્ટથી વધારી ડિસેમ્બર કરવામાં આવે.

અદાણી ગ્રૂપે એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા (AAI) ને પત્ર લખ્યો

આ માટે અદાણી ગ્રૂપે કરારમાં ‘ફેર્સ મેજુરે’ (મનુષ્યના નિયંત્રણમાં ન હોય તેવા પરિબળો)ના ક્લોઝનો હવાલો આપી મુદત વધારવા કહ્યું છે.આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણેય એરપોર્ટ મિલકત-અસ્ક્યામતો ટ્રાન્સફર કરવા માટે ચૂકવવાપાત્ર રૂ. 1000 કરોડની ટ્રાન્સફર ફી માટેની મુદત ઓગસ્ટથી વધારીને ડિસેમ્બર 2020 સુધી કરવા માટે અદાણી ગ્રૂપે એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા (AAI) ને પત્ર લખ્યો છે.

અદાણી ગ્રૂપે આ ત્રણેય એરપોર્ટની જાળવણી, ડેવલપમેન્ટ અને સંચાલન માટે તા. 14 ફેબ્રુઆરીએ AAI સાથે કરાર કર્યા હતા. AAI દ્વારા ડેવલપમેન્ટ કામગીરી માટે કોન્ટ્રાક્ટરોને ચુકવણી કરવા સહિત 6 એરપોર્ટ માટે કુલ રૂ. 2000 કરોડની ટ્રાન્સફ્ર ફી નક્કી કરાઈ છે.

GVK ગ્રૂપે નવી મુંબઈમાં નોડલ એજન્સી CIDCO માટેની ‘ફેર્સ મેજુરે’ ક્લોઝને ટાંકવામાં આવી છે. જેમાં નવી મુંબઈના કન્સ્ટ્રક્શનના કામ શરૂ કરવામાં વિલંબ થશે, તેવો નિર્દેશ કર્યો છે. હવે અદાણી ગ્રૂપે રજિસ્ટ્રેશન અને અન્ય દસ્તાવેજો કરવાના રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

આ પણ વાંચો:-  ભારત મુલાકાત પહેલાં ટ્રમ્પે કહ્યું- મોદી મને ખૂબ પસંદ છે, પણ ટ્રેડ ડીલ હમણાં નહી કરુ, બચાવીને રાખીશ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.