ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. સેનાએ 3 ઘૂસણખોરોને ઠાર કર્યા છે. પાકિસ્તાનની આર્મી આ આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવા માંગતી હતી. 

- Advertisement -

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની સેના ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહી હતી. આથી પાકિસ્તાનની સેના કેટલાય દિવસોથી નૌશેરા, પૂંછ, અને હીરાનગર સહિત અનેક સેક્ટરોમાં ફાયરિંગ કરી રહી છે. ગઈ કાલ રાતથી મેંઢર અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. મોર્ટાર પણ છોડવામાં આવતા હતાં. જેનાથી સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને નુકસાન થયું છે. 

જો કે આમ છતાં પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે. પાકિસ્તાની ઘૂસણખોરો ભારતની સરહદમાં પ્રવેશવામાં સફળ થઈ શક્યા નહીં. સુરક્ષાદળોનું કહેવું છે કે જ્યાં સુધી ઘૂસણખોરોના ડેડબોડીઝ રિકવર ન કરીએ ત્યાં સુધી કેટલા ઘૂસણખોરો માર્યા ગયા છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેમની સંખ્યા 3થી વધુ હોઈ શકે છે. 

આ પણ વાંચો:-  પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે દુબઇ, 7 જુલાઇથી સહેલાણીઓ કરી શકશે યાત્રા