અમિત ચાવડાએ ફરી એક વખત ભાજપ સરકારને આડેહાથ લીધી

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા છે. આ રાજીનામા બાદ ગુજરાતનાં રાજકારણમાં મોટો ગરમાવાો આવ્યો છે. આ રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ફરી એક વખત ભાજપ સરકારને આડેહાથ લીધી છે. સાથે જ કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોએ પાર્ટી તેમજ પ્રજાજનોનો દ્રોહ કર્યો હોવાનું પણ જણાવ્યું.

- Advertisement -

બ્રિજેશ મેરજા ગઇકાલે ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત હતા

બ્રિજેશ મેરજાના રાજીનામા મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે બ્રિજેશ મેરજા ગઇકાલે ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત હતા. પરંતુ તે બાદ રાત્રે તેમણે કેમ અને ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કંઇ ખ્યાલ નથી.

ભાજપ સરમુખત્યારશાહી અપનાવી કોંગ્રેસના નેતાઓને ડરાવી-ધમકાવી રહી છે

અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકાર સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહી છે. ભાજપ સરમુખત્યારશાહી અપનાવી કોંગ્રેસના નેતાઓને ડરાવી-ધમકાવી રહી છે. પરંતુ જો કોઇ કોંગી ધારાસભ્યોઓ તેમના કામ ન થતા હોવાનું જણાવી પક્ષ છોડતા હોય તો તે ખોટી વાત છે.

કોંગી ધારાસભ્યોઓ તેમના કામ ન થતા હોવાનું જણાવી પક્ષ છોડતા હોય તો તે ખોટી વાત

રાજીનામું આપનારા ધારાસભ્યો પૈસા અને ડરને કારણે પક્ષ છોડે છે. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રસના બંને ઉમેદવારો પૈકી પાર્ટીનો પહેલો પ્રેફરન્સ શક્તિસિંહ ગોહિલ જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી,હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી.