કોરોના વાયરસની મહામારીના સમયમાં એક દંપતિને પોતાના લગ્નમાં માસ્ક ન પહેરવાનું કામ રૂ. 10 હજારમાં પડ્યું છે. આ દંપતિ પંજાબ રાજ્યના હોશિયારપુરનું છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ દંપતિને રૂ.10 હજારનો આર્થિક દંડ ફટકાર્યો છે. દંપતિના લગ્નથી પરિવારના સભ્યો નારાજ હતા. જેના કારણે દંપતિએ સુરક્ષાની માગને લઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરિવારજનો સામે સુરક્ષા આપવા માટેની માગ કરી હતી.

- Advertisement -

આ દંપતિને પૂરતી સુરક્ષા આપવામાં આવે

જ્યારે આ દંપતિએ એક પુરાવા તરીકે પોતાના લગ્નનો એક ફોટ જજ સામે રજૂ કર્યો ત્યારે કહ્યું કે, અમે લગ્ન કરી લીધા છે. પણ ફોટો જોયા બાદ જસ્ટિસ હરિપાલ વર્માએ કહ્યું કે, લગ્ન પ્રસંગમાં આવેલા લોકો અને દંપતિએ માસ્ક પહેર્યું નથી. આ પ્રસંગનું આયોજન લોકડાઉન વખતે કરવામાં આવ્યું હતું. જજે તંત્રને કહ્યું કે, આ દંપતિને પૂરતી સુરક્ષા આપવામાં આવે. બીજી તરફ દંપતિને માસ્ક ન પહેરવા બદલ રૂ.10 હજારોનો દંડ ફટકાર્યો હતો. જજે એ પણ ચોખવટ કરી કે, દંડની રકમ હોશિયારપુર જિલ્લા ક્લેક્ટર કચેરીએ જઈને જમા કરાવવાની રહેશે. જે ઉપયોગ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે ખર્ચાશે.

પરિવારની ઈચ્છા વિરૂદ્ધ લગ્ન કર્યા

હાઈકોર્ટે દંડ ફટકારવાની સાથે એ પણ આદેશ આપ્યો કે, યોગ્ય પગલાં લેવામાં આવે. આ માટે તા.23 મે ના રોજ કરવામાં આવેલી એ અરજી પર પૂરતું ધ્યાન આપવામાં આવે. ખાસ નવપરણીત યુગલને કોઈ પ્રકારનું નુકસાન ન થાય. નવયુગલે કરેલી અરજીમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ બંને વ્યક્તિએ પરિવારની ઈચ્છા વિરૂદ્ધ લગ્ન કર્યા છે. એવામાં એક ભય છે કે, પરિવારના સભ્યો બંનેને ફરી અલગ કરી દેશે. તેથી દંપતિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, પોલીસે બંનેના પરિવારજનોની કેટલીક બાબતોને લઈને પૂછપરછ શરૂ કરી છે.

માસ્ક પહેરવું ફરજિયાયત છે

આ ઉપરાંત કોર્ટે આપેલા આદેશ પ્રમાણે પગલાં લેવાના પણ શરૂ કરી દીધા છે. કોરોના વાયરસની મહામારીના સમયમાં માસ્ક પહેરવું ફરજિયાયત છે. અન્ય રાજ્યની સાથોસાથ પંજાબમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થતો જાય છે. એક જ દિવસમાં 37 નવા પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્યની ટીમ વીજગતિએ કામ કરી રહી છે. સમગ્ર પંજાબમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા 50ને પાર થઈ ચૂકી છે. જે દર્દીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ મોટાભાગે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

આ પણ વાંચો:-  એપ્સ પર રાજનીતિ, હવે કોંગ્રેસ નેતાની NaMo App પર પ્રતિબંધની માંગ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.