કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને નાણામંત્રીએ આદેશ જાહેર કરતા કહ્યું કે નવી યોજનાઓના ખર્ચા પર એક આગામી એક વર્ષ સુધી રોક લગાવી દેવામાં આવી છે. આદેશ અનુસાર આગામી એક વર્ષ સુધી વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ અને આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત જ ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત જે યોજનાઓની બજેટ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી અને જેને શરૂ કરવામાં આવી હતી તેવી તમામ યોજનાઓ પર રોક લગાવી દેવામાં આવી છે.

- Advertisement -

નાણા મંત્રીએ કોરોના વાયરસની મહામારી સંબંધિત ખર્ચાઓને ધ્યાનમાં રાખીને તેને પહોંચી વળવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા આતંકને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને આર્થિક મંદીના કારણે સરકારનો ખર્ચો પણ વધી ગયો છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારીના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલા ભારત દેશની ડામાડોળ થઈ ગયેલી અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ રાહત પેકેજને દુનિયાભરના દેશો દ્વારા કોરોનાની મહામારી સામે લડવા માટે જાહેર કરાયેલા રાહત પેકેજોની સરખામણીમાં સૌથી મોટું આર્થિક પેકેજ ગણવામાં આવે છે.

સરકારનું કહેવું છે કે વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 42 કરોડ ગરીબોને 53248 કરોડ રૂપિયાની નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી છે. સરકાર નબળા વાભાગોને કોરોના સંકટમાંથી રાહત આપવા માટે 26 માર્ચના રોજ 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ગરીબોને મફતમાં અનાજ અને મહિલાઓ, વૃદ્ધો, ખેડૂતો તેમજ અન્ય લોકોને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવે છે.

આ પણ વાંચો:-  20 જવાનની શહીદી પર પહેલીવાર બોલ્યા PM