વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક વિમાનની ફર્સ્ટ ફ્લાઇટનો પ્રવાસ ૨૮ મિનિટમાં પૂરો થઈ ગયો હતો. સેસ્ના કારવાં 208B વિમાનની સુધારિત આવૃત્તિ ઈ-કારવાંનું પ્લેન અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના વિમાનમથકની મોઝેસ લેક રનવે પરથી રવાના થઈને ૨૮ મિનિટ હવામાં રહ્યું હતું. ઍરોસ્પેસ કંપની ઍરોટેક અને એન્જિન કંપની magniX ના સહયોગથી બનાવેલું એ વિમાન પર્યાવરણને સહેજ પણ હાનિ કરે એવી શક્યતા નથી.

- Advertisement -

એ ઉપરાંત મોંઘા પેટ્રોલિયમ પદાર્થના બળતણની સરખામણીમાં એનો ખર્ચ પણ સાવ ઓછો થાય છે. magniX કંપનીએ સૌથી મોટા ઇલેક્ટ્રિક પ્લેનની ફર્સ્ટ ફ્લાઇટને ક્રાન્તિકારી ઘટના ગણાવી હતી.

આ પણ વાંચો:-  બેન્ક, હાઈ સ્પીડ ટ્રેન, સબ-વે નેટવર્ક અને બસ સેવા ફરી શરૂ, હોટેલ અને રેસ્ટોરેન્ટ ખુલ્યા, પણ બેસીને ભોજન લેવા પર પ્રતિબંધ