કેન્દ્ર સરકાર તરફથી ગુરવારે સુપ્રીમ કોર્ટમાં કોરોનાવાઈરસના સંકટને લઈને સોગાંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. કેન્દ્રએ તેના સોગાંદનામામાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે દેશમાં કોરોનાવાઈરસના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં દેશમાં મોટી સંખ્યામાં હંગામી હોસ્પિટલો બનાવવી પડશે.

- Advertisement -

દેશમાં ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે

કેન્દ્ર સરકારે કરેલા સોગાંદનામામાં કહેવામાં આવ્યું છે કે હવે દેશમાં ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. એવામાં નજીકના ભવિષ્યમાં હાલની હોસ્પિટલો સિવાય કોરોનાના દર્દીઓ માટે હંગામી હોસ્પિટલોનું નિર્માણ કરવું પડશે. જેથી તેમની દેખરેખ રાખી શકાય.

કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સંકટના આ સમયમાં દર્દીઓની સંભાળ રાખતા સ્વાસ્થ્ય કર્મચારીઓની દેખરેખ રાખવાની જરૂરિયાત છે. સરકાર તરફથી સંપૂર્ણ નિષ્ઠાની સાથે સંરક્ષણની કોશિશ કરવામાં આવી રહી છે.

ત્રણ-ચાર દિવસમાં તો રોજ 8 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી ભારતમાં કોરોનાવાઈરસના મામલાઓ ઝડપી વધી રહ્યાં છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં તો રોજ 8 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. જોકે ગુરુવારે 9 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવાર સવાર સુધીમાં દેશમાં કોરોનાવાઈરસના કુલ કેસની સંખ્યા 2.17 લાખ સુધી પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુ પામનારાઓનો આંકડો 6 હજારને વટાવી ગયો છે. 

સુપ્રીમ કોર્ટમાં લોકડાઉન દરમિયાનના મજૂરોના વેતનને લઈને સુનાવણી

ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ સુપ્રીમ કોર્ટમાં લોકડાઉન દરમિયાનના મજૂરોના વેતનને લઈને સુનાવણી થઈ. સરકાર તરફથી કોર્ટમાં આ કેસમાં કહેવામાં આવ્યું કે આ કંપની અને મજૂરોની વચ્ચેનો મામલો છે, એવામાં તેઓ તેમાં દખલગીરી કરશે નહિ. હવે આ મામલામાં કોર્ટ તરફથી 12 જૂને ચુકાદો આપવામાં આવશે.

કોર્ટે સુનાવણી દરમિયાન કડક વલણ દાખવ્યુ અને પુછ્યું કે તમે એક તરફ તો એવો દાવો કરી રહ્યાં છો કે તમે મજૂરોના ખિસ્સામાં પૈસા નાંખ્યા છે. તે 20 હજાર કરોડ રૂપિયા અંતે ક્યાં ગયા ?

આ પણ વાંચો:-  ખાનગી તબીબોને પણ કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં યોગદાન આપવા રાજ્ય સરકારની અપીલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.