<a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> News, News in <a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - <a href="https://news4gujarati.com/tag/news4/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news4">News4</a> <a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a>

The ‘I.N.S. Virat’s will be dissolved

‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ એટલે કે, સાગર પર જેનું આધિપત્ય છે તે વધુ શક્તિશાળી છે તેવું સૂત્ર ધરાવતા અને ભારતીય નૌકાદળમાં ત્રણ દાયકા સુધી સેવા આપી દેશની સુરક્ષા કરનાર સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર ‘ઈન્ડિયન નેવલ શીપ (આઈ.એન.એસ.) વિરાટ’નું અલંગ શીપ રીસાઈક્લીંગ યાર્ડમાં વિસર્જન થશે. છેલ્લા એક સપ્તાહથી અલંગ એન્કરેજ પર રહેલા આ જહાજને ટગ દ્વારા ટોઈંગ કરીને અલંગ એન્કરેજથી ૬થી૭ નોટીકલ માઈલ દૂર અલંગ શીપ રીસાઈક્લીંગ યાર્ડના પ્લોટ નં.૯ સુધી ૩૧ ફૂટની હાઈ ટાઈડ દરમિયાન ખેંચી જવાશે. જ્યાં વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને કેન્દ્રિય શીપીંગ મિનિસ્ટર ડો. મનસુખભાઈ માંડવિયા અને પોરબંદરથી આવેલ નેવીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શાહી અંતિમ વિદાયમાન અપાશે.

- Advertisement -

ઈ.સ. ૧૯૫૯માં બ્રિટિશ નેવીમાં કમિશન્ડ થયું ત્યારે તેનું નામ એચ.એમ.એસ. હર્મસ હતું. બ્રિટિશ નેવીમાં ૨૬ વર્ષ બજાવ્યા બાદ ઈ.સ. ૧૯૮૬માં ભારત સરકારે તેનું ખરીદ્યું હતું. તેનું નામ બદલીને આઈ.એન.એસ. વિરાટ કરાયું હતું. ૭૫૩ ફૂટ લંબાઈ, ૧૬૦ ફૂટ પહોળાઈ અને ૧૮હજાર ટન વજન ધરાવતા આઈ.એન.એસ. વિરાટને તા. ૧૨ મે, ૧૯૮૭ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ કરવામાં આવ્યું હતું. ૩૦ વર્ષની સેવા દરમિયાન આઈ.એન.એસ. વિરાટે ઓપરેશન પરાક્રમ, ઓપરેશન વિજયમાં અહમ ભૂમિકા અદા કરી હતી. તા. ૬ માર્ચ, ૨૦૧૭ના રોજ તેને ડી-કમિશન્ડ કરવામાં આવ્યું હતું.

સમુદ્રના શહેનશાહ ગણાતા આ એરક્રાફ્ટ કેરિયરે દરિયામાં ૨૨૫૨ દિવસની કરેલી સફરનો રેકોર્ડ માપવામાં આવે તો તે પૃથ્વીની ૨૭ પરિક્રમા જેટલો થાય છે. સાડા ત્રણ વર્ષ પૂર્વે સેવા નિવૃત્ત થયેલા આ જહાજને અલંગના શીપબ્રેકર દ્વારા ખરીદવામાં આવતા તેની મુંબઈથી અલંગની અંતિમ સફરનો પ્રારંભ થયો હતો. જે ગઈ તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ ભાવનગર નજીકના દરિયામાં અલંગ એન્કરેજ પર આવી પહોંચ્યું હતું. જ્યાં તેનું કસ્ટમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોર્ડીંગ કરવામાં આવેલ હતું. કસ્ટમ ડયુટી, એસજીએસટી, આઈજીએસટી સહિત અંદાજે રૃા. ૧૨ કરોડના વેરા શીપબ્રેકર દ્વારા ભરવામાં આવ્યા હતા. બાદમાં, વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા ક્લીયરન્સ મળ્યું હતું. આથી હવે તા. ૨૮ને સોમવારે અધિક આસો સુદ બારસના રોજ ૩૧ ફૂટની ટાઈડ હોઈ તેને બપોરે ૧૨.૩૦ વાગ્યા આસપાસ ટગ દ્વારા ટોઈંગ કરીને અલંગ લઈ જવાશે. જ્યાં તેનું બપોરે ૨થી ૨.૩૦ વાગ્યાની આસપાસ બીચીંગ થવાની ધારણા છે.

આ પણ વાંચો:-  ભારત-નેપાળ વચ્ચે 'રોટી-બેટી'નો સંબંધ, કોઈ તાકાત તેને તોડી શકે નહીં: રાજનાથ સિંહ

આઈ.એન.એસ. વિરાટની લાંબી સેવાને લઈને તેને શાહી વિદાય આપવા માટે કેન્દ્રિય શીપીંગ મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતીબહેન શિયાળ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા સહિતના અગ્રણીઓ, નેવીના પોરબંદર સ્થિત ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -

LEAVE A REPLY