ચીન સાથેના તણાવની વચ્ચે અહેવાલ આવ્યા છે કે રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે 156 BMP વાહનોનો ઓર્ડર આપ્યો છે. થલ સેનાની મેકેનાઇઝ્ડ ઇન્ફ્રેન્ટ્રી માટે આ ખાસ વાહનોનો ઓર્ડર સરકારી સંસ્થાન ઓએબીને આપવામાં આવ્યો છે. આ પહેલા ચીને એક પ્રોપેગેન્ડા વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં ચીનના સૈનિકોનો કાફલો દોડી રહ્યો છે. કાફલામાં ચીનની હળવી ટેંકોની સાથે સાથે આવી જ સ્ટ્રાઇકર ગાડીઓ પણ જોવા મળી રહી છે.

- Advertisement -

ઓર્ડિનન્સ ફેક્ટ્રી બોર્ડના પ્રવક્તાએ ટ્વિટર એકાઉન્ટથી પોસ્ટ કરીને જાણકારી આપી કે રક્ષા મંત્રાલયે 156 BMP વાહનો લેવાની મંજૂરી આપી છે. આ બીએમપી વાહનો ઓએફબીના તેલંગાણાના મેંઢક ખાતે આવેલા પ્લાન્ટમાંથી લેવામાં આવશે. બીએમપી એક રશિયન નામ છે. જેને બોયેવા મસીના પિખોટી પણ કહેવામાં આવે છે. બીએપી વાહનોને આઇસીવી એટલે કે ઇન્ફ્રેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ અથવા સ્ટ્રાઇકલ વ્હીકલના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓફબી મેંઢક  આ વાહનોને રશિયા પાસેથી લાયસન્સ લઇને તૈયાર કરે છે. ભારતીય સેના પાસે આ સમયે અઢી હજાર જેટલા બીએમપી વાહનો છે. જેને સારથના નામથી ઓળખવામાં આવે છે. આ BMPમાં મશીનગન અને એટીજીએમ એટલે કે એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ લાગેલી હોય છે. કે જેથી દુશ્મનની લાઇટ ટેંકોને ધ્વસ્ત કરી શકાય. BMP એક નાની તોપ લાગેલી હોય છે જેનો ઉપયોગ એન્ટી એરક્રાફ્ટ ગન તરીકે પણ કરી શકાય છે.

આ પણ વાંચો:-  વધુ એક સર્જીકલ કે એરસ્ટ્રાઈકની તૈયારીમાં ભારત!