ભારતીય હવામાન વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું હજુ સુધી કેરળમાં આગમન થયું નથી. હવામાન વિભાગ દ્વારા આ મામલ સતત વોચ રખાઇ રહી છે. એક અથવા બે જૂનના રોજ ચોમાસાનું કેરળમાં આગમન થઇ શકે છે. આ પહેલા ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા કેરળમાં ચોમાસાના આગમનનો દાવો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

વાવાઝોડુ 3 જૂનેપહોંચશે

ભારતીય હવામાન વિભાગના અધિકારી મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ખાતે એક હવાનું હળવું દબાણ સર્જાયું છે. આ સિસ્ટમ સોમવારે ડિપ્રેશનમાં અને ત્યારબાદ બે જૂને વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ વાવાઝોડુ 3 જૂનની સાંજ સુધીમાં ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્ર નજીક પહોંચી જશે. જો કે આ વાવાઝોડું કેટલી ગતિએ આવશે તે અંગેની વિગત હવામાન વિભાગ દ્વારા હજુ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો:-  ડોલવણમાં 11, માંડવીમાં 10 ઈંચ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો