સુરતમાં લોકડાઉન ખુલતાની સાથે જ એકવાર ફરી ગેંગવાર ચાલુ થઇ ચુકી છે. સુરતમાં પણ જાણે ફરી એકવાર બે ગેંગોની અથડામણ લોહીયાળ બની છે. ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુટલેગર પર ડિંડોલી વિસ્તારમાં 10 જેટલા લોકોએ બુટલેગર પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

શહેરના ડીંડોલી વિસ્તારમાં ભીમનગરમાં બિનકાયદેસર દારૂનો વેપાર કરતા કાળુ નામના બુટલેગરે કેટલાક શખ્સો સાથે તિક્ષ્ણ હથઇયારોના ઘા માર્યા હતા. પોલીસની તપાસમાં અજ્જુ નામના બુટલેગરે સાગરિતો સાથે કાળુની હત્યા કરી હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે મળેલા CCTV ફુટેજ અનુસાર પોતાનીકારમાંથી ઉતર્યો તે સાથે જ રાહ જોઇને બેઠેલા ટોળાએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખા હતી. જો કે તે ભાગને પોતાનાં ઘર તરફ ગયો પરંતુ દરવાજા પર તેને પકડીને રહેંસી નાખ્યો હતો. 

દરમિયાન કાળુને ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. કાળુની હત્યાના મુદ્દે પોલીસે બનાવના સ્થળેથી વિચલિત કરતા કરતા સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસે હાલ ગુનો નોંધીને હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં જાણે ગેંગવોર હવે જાણે સામાન્ય બની રહી હોય તેવું લાગી રહ્યું છે. સુર્યા મરાઠી ગેંગવોર બાદ હવે વધારે બે વચ્ચે ગેંગવોર થઇ છે. સુરત પોલીસની સામે પણ આ ઘટના બાદ સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'