વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસનની વચ્ચે આજે વર્ચ્યુઅલ શીખર મંત્રણા ચાલુ થઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને ભારત આવવા માટેનું નિમંત્રણ આપ્યું. ઉપરાંત બંન્ને દેશોની વચ્ચે વ્યાપાર સંબંધ વધારવા અંગે પણ ભાર આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંબંધો ખુબ જ મજબુત અને સારા રહ્યા. 

- Advertisement -

Comprehensive Strategic Partnership

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વૈશ્વિક મહામારીના આ કાળમાં આપણી  Comprehensive Strategic Partnership ની ભુમિકા વધારે મહત્વપુર્ણ રહેશે. વિશ્વ આ મહામારીનાં આર્થિક અને સામાજિક દુષ્પ્રભાવોથી બહાર આવવા માટે એક coordinated અને collaborative approach ની જરૂર છે. 

તમામ ક્ષેત્રોમાં વ્યાપક રિફોર્મની પ્રક્રિયા ચાલુ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકારો કોરોના સંકટને એક મોકાની જેમ જોવાનો નિર્ણય લીધો છે. ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક રિફોર્મની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી ચુકી છે. ખુબ જ ઝડપથી ગ્રાઉન્ડ લેવલ પર તેના પરિણામો પણ જોવા મળશે. વર્ચ્યુઅલ સમિટ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયા સંબંધો ખુબ જ નજીકનાં રહ્યા છે. જીવંત લોકશાહી તરીકે રાષ્ટ્રમંડળથી માંડીને ક્રિકેટ અને ભોજન સુધી ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ખુબ જ મજબુત રહ્યા છે અને ભવિષ્ય પણ ઉજ્વળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  2 જુલાઈ : જાણો શું કહે છે આજના સિતારા તમારા માટે જુઓ આજ નું રાશિ ભવિષ્ય