ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. 

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ, 9 જૂને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સવારે 8 કલાકથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. 

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આવતીકાલે બોર્ડની વેબસાઇટ  www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આવતીકાલે ગુણપત્રનું વિતરણ કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને માર્કશીટ ક્યારે મળશે તેની જાહેરાત હવે પછી બોર્ડ દ્વારા કરવામાં આવશે. 

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષામાં આશરે 10.80 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. રાજ્યના કુલ 81 ઝોનના 934 કેન્દ્રો પર ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદમાં 1 લાખ 17 હજાર 777 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ધોરણ-10ના બધા પેપર 80 માર્કના હતા. તો અમદાવાદમાં 39 જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  દેશનું અર્થતંત્ર હજુ પાટા પર નહીં આવે, અમેરિકાની એજન્સીએ ઘટાડ્યો GDPનો અંદાજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here