રાજ્ય સરકાર દ્વારા 2016ની બેન્ચના ચાર IPS અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.   

- Advertisement -

અનલૉક-1ની શરૂઆત થયા બાદ રાજ્ય સરકારે અધિકારીઓની બદલી અને બઢતીની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આજે 2016ની બેન્ચના ચાર IPS અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં, અમરેલીના ASP પ્રમસુક દેલુ, ASP અમિત વસાવા અને ASP રવિન્દ્ર પટેલની SRPF કનાન્ડન્ટ તરીકે કરવામાં આવી છે. જ્યારે એએસપી પ્રવીણ કુરમારની ડીસીપી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. 

અમરેલીના IPS પ્રેમસુખ દેલુને રાજુવા  SRPF ગ્રુપ 21માં કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. તો વડોદરા રુરલના એએસપી રવિન્દ્ર પટેલની વડોદરા  SRPF ગ્રુપ 9માં કમાન્ડન્ટ તરીકે તો વેરાવળના IPS અમિત વસાવાની બનાસકાંઠાના મેડાણા એસઆરપીએફ ગ્રુપ-3ના કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે વિરમગામના એએસપી પ્રવીણ કુમારને બઢતી આપીને રાજકોટ શહેર ઝોન-1ના ડીસીપી બનાવવામાં આવ્યા છે. 

આ પણ વાંચો:-  સુરતમાં બ્રિજની પાળી પર ઊભા રહી કૂદવાનું કહેતા યુવકને બચાવાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here