આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો

શેરબજારમાં ગઈકાલના કડાકા પછી આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સમાં આશરે 290 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.71 ટકાના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

- Advertisement -

સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ (BSE)નો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.91 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે. આજે ઓઇલ-ગેસ શેરોમાં પણ જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.77 ટકાનો સુધારો નોંધાવી રહ્યો છે.

પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ આશરે 200 પોઇન્ટ

હાલમાં બીએસઈ (BSE)ના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ આશરે 200 પોઇન્ટ એટલે કે 0.58 ટકાના વધારા સાથે 34,180ની આસપાસ કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ, એનએસઈ (NSE) નો 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી આશરે 70 પોઇન્ટ એટલે કે 0.68 ટકાના વધારા સાથે 10,100ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

ગઈકાલે યુએસ બજારોમાં કારોબારનો દિવસ સમાપ્ત થતા તેજી અટકી ગઈ હતી. સતત વધી રહેલા બેકારીના દાવાને કારણે ગઈકાલે 4 સત્રો પછી Nasdaq અને S&P 500ના કડાકા સાથે બંધ થયા હતા. એશિયાના સંકેતો મિશ્રિત છે. SGX NIFTY ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  Vodafone-Idea હવે થયું VI, કંપનીએ લોન્ચ કરી નવી બ્રાન્ડ