મુંબઈમાં આવનાર ચક્રવાતી તોફાન નિસર્ગ (Cyclone Nisarg) નો ખતરો ઓછો થયો છે. તોફાન 50 કિલોમીટર દક્ષિણ તરફ જતું રહ્યું છે. તેનાથી મુંબઈના માથે ખતરો ઓછો થયો છે. મુંબઈના વર્સોવા બીચ પર હાઈટાઈટ અને તેજ હવાઓને જોતા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. અહી આસપાસ રહેનારા લોકોને સિરક્ષિત સ્થાન પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. તોફા આજે બપોર સુધી મુંબઈના સમુદ્ર કિનાર ટકરાશે. મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, તોફાન હજી મુંબઈથી 200 કિલોમીટર દૂર છે. આ વચ્ચે હાઈટાઈટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 6 ફીટ ઊંચી લહેરો ઉઠી શકે છે. પવનની ગતિ હજી 100 થી 110 કિલોમીટર છે, જે 120 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. 

આ પણ વાંચો:-  સેન્સેક્સ 1700 પોઈન્ટથી વધારે તુટ્યો, નિફ્ટી 8,550થી નીચે બંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here