ગઈકાલ સાંજથી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી ગયો (Rain Today)

નિસર્ગ વાવાઝોડું તો ફંટાઈ ગયું, પણ તેની અસર તળે સમગ્ર ગુજરાત વરસાદમય બની ગયું છે. ગઈકાલ સાંજથી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતના વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે, જેને કારણે લોકો ગેલમાં આવી ગયા છે. ગઈકાલે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદવાદ શહેર, પોરબંદર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબીમાં ભારે વરસાદ નોંધાયો છે.

- Advertisement -

અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો

ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ૩૦ મિનિટથી અવિરત વરસાદ પડ્યો હતો. મધરાતે સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં (સવારના 6 થી 6) સરેરાશ 44.52 મિમી વરસાદ નોંધાયો છે. હાલ વાસણા બેરેજના તમામ દરવાજા બંધ છે. તેમજ બેરેજની સપાટી 133.23 ફૂટ પર સ્થિર છે. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, વરસાદ બંધ થતાં પાણી ઓસર્યા પણ હતા.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 41.50 મિમી
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11.25 મિમી
પૂર્વ ઝોનમાં 37 મિમી
પશ્ચિમ ઝોનમાં 28.25 મિમી
દક્ષિણ ઝોન- 34 મિમી
ઉત્તર ઝોન – 18.33 મિમી
મધ્ય ઝોન – 29.75 મિમી

ગુજરાત માં રવિવારે સવારે ક્યાં વરસાદ

આજે વહેલી સવારે પોરબંદરના વાતાવરણમા પલ્ટો જોવા મળ્યો હતો. પોરબંદર શહેરમા વરસાદી ઝાપટું પડ્યુ હતું, આમ ભારે બફારા બાદ વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો સુરતમાં પણ વહેલી સવારે વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો છે. પવન અને વિજળીના કડાકા સાથે ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  કોરોનાનું કોમ્યુનિટી સંક્રમણ શરૂ, સરકારે સ્વીકાર્યું કે ....