<a href="https://news4gujarati.com/tag/gujarati-news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati News">Gujarati News</a>, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

The world’s largest zinc smelter complex will be set up at Tapi in South Gujarat

દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના MoU ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી.ઇ.ઓ અરૂણ મિશ્રાએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ પ્રોજેકટસના પરિણામે રાજ્યના આદિજાતિ વિસ્તારની આર્થિક-સામાજીક વિકાસની ગતિ વધુ વેગવાન બનશે તેની ભૂમિકા આપી હતી.

- Advertisement -

વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટ માટે રૂ. 10 હજાર કરોડનું રોકાણ દોસવાડામાં કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી જતી માંગને પહોચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. વેદાન્તા ગૃપનું ગુજરાતમાં આ પ્રથમ મોટું સાહસ છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના અગ્રવાલે આ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થવાની પહેલના મૂળમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારનો સકારાત્મક પ્રતિસાદ રહેલો છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે. તેમણે કહ્યું કે, દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની પારદર્શી અને ગતિશીલતાનો અનુભવ તેમને થયો નથી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી MoUની આ પ્રક્રિયા બે જ મહિનાના ટુંકાગાળામાં પૂર્ણ થઇ તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો:-  રશિયાથી પરત ફરથી વખતે અચાનક ઇરાન પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ

300 KTPAની ઉત્પાદન ક્ષમતા સાથે આદિજાતિ ક્ષેત્ર તાપી જિલ્લામાં સ્થપાનારા હિન્દુસ્તાન ઝિંક લીમીટેડના આ સાહસને પરિણામે પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર તેમજ રપ હજારથી વધુ લોકોને જીવનનિર્વાહનો આર્થિક આધાર મળતો થવાનો છે. અગ્રવાલે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારના આ પોઝિટીવ એપ્રોચના પરિણામે આગામી ભવિષ્યમાં ગુજરાતમાં હજુ વધુ મોટા પ્રોજેકટ અને વધુ મૂડીરોકાણો માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના પછીની દેશમાં બદલાયેલી સ્થિતીમાં ગુજરાતમાં ઊદ્યોગો અને રોજગારીને પૂન: ચેતનવંતા કરવા આયોજનબદ્ધ પગલાં લીધા છે. આની ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકારના પ્રોત્સાહક સહયોગથી અનેક ઊદ્યોગ એકમો-સાહસોએ પોતાના પ્લાન્ટના નિર્માણકાર્ય પૂર્ણ કરી રેકર્ડ ટાઇમમાં ઉત્પાદન પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.