ક્રાસુલાનો છોડ ધનને પોતાની તરફ આકર્ષિત કરવામાં કારગર હોય છે

સૌકોઇની એવી ઇચ્છા હોય છે કે તેની પાસે અપાર ધન-સંપત્તિ હોય. તેના માટે તે સખત મહેનત પણ કરે છે પરંતુ ક્યારેક મહેનતનું ફળ એટલું નથી મળતું, જેટલું મળવું જોઇએ. કહેવામાં આવે છે કે ક્રાસુલાનો છોડ ધનને પોતાની તરફ આકર્ષિત કરવામાં કારગર હોય છે. ચાલો તમને જણાવીએ આ છોડ વિશે વિગતે.

- Advertisement -
  • ક્રાસુલાને મની ટ્રી પણ કહેવામાં આવે છે. ફેંગશુઇમાં પણ તેનુ ખૂબ જ મહત્વ છે. કહેવામાં આવે છે કે આ છોડ ચુંબકની જેમ રૂપિયા પોતાની તરફ ખેંચે છ.
  • આ નાનકડો મખમલી છોડ ઘેરા લીલા રંગનો હોય છે. તેના પાન પહોળા હોય છે અને તે ઘણાં ફેલાવદાર હોય છે, ઘાસની જેમ.
  • તેને રોપવામાં પણ વધુ મહેનત નથી કરવી પડતી. આ છોડ ખરીદીને કોઇ કુંડા કે જમીનમાં રોપી દો. પછી તે પોતાની રીતે જ ફેલાતો રહેશે. તેને તડકા કે છાયડા બંને જગ્યાએ રોપી શકાય છે.
  • આ છોડ વિશે માન્યતા છે કે આ સકારાત્મક ઉર્જા અને ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ રોપો. પછી જુઓ, કેવી રીતે તમારા ઘરમાં ધનની વર્ષા થવા લાગશે.
  • આ છોડની વધુ સારસંભાળ રાખવાની પણ જરૂર નથી.
  • આ છોડને દરરોજ પાણી આપવાની પણ જરૂર નથી. તમે આ છોડને 2-3 દિવસ બાદ પણ પાણી આપી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  લગ્ન માટે ટેરોનું આ કાર્ડ છે સૌથી ફાયદાકાર, સામેનું પાત્ર કેવું મળશે તે અંગે આપે છે માહિતી