શ્રાવણમાસ પહેલાની અમાસ એટલેકે દિવાસો. આ દિવસથી તમામ પ્રકારના તહેવારોની શરૂઆત થાય છે. આ દિવસે અમાસની સાથે સોમવાર હોવાથી સોમવતી અમાસનું વિશેષ ફળ પ્રાપ્ત થશે. આ અમાસની સાથે હરિયાળી અમાસની પણ ઉજવણી કરવામાં આવશે. દિવાસાના દિવસે મહિલાઓ એવરત જીવરતનું વ્રત કરે છે. અમાસ પછી મંગળવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. પ્રકૃત્તિ અને પિતૃઓની તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર.

આ વખતની અમાસ છે ખાસ

હરિયાળી અમાસ 20 મી જુલાઇ સોમવારે હોવાથી ખાસ બની રહી છે આ અમાસે અદ્ભુત સંયોગ બની રહ્યો છે. 47 વર્ષ પછી બની રહ્યો છે આ ખાસ સંયોગ. આ વર્ષે અમાસ અને પૂર્ણિમા સોમવારે છે. અમાસના દિવસે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ તમામ ગ્રહો પોતપોતાની રાશિમાં રહેશે. આને કારણે તેમની અસર શુભ રહેશે.

ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાનો દરેક સોમવાર ખૂબ જ વિશેષ છે, 20 વર્ષ પછી, સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. તેને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. અગાઉ 31 જુલાઇ 2000 ના રોજ આ પ્રકારનો સંયોગ થયો હતો.

સોમવારે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ તેમની પોતાની રાશિમાં રહેશે. આ દિવસે ભગવાન શિવની ઉપાસના ફળદાયી રહેશે. મહિલાઓએ તુલસીજીનુ ખાસ પૂજન કરવું જોઈએ.

અમાસના દિવસે હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ તેમજ હનુમાન જીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ. આ કરવાથી, તમને મુશ્કેલીઓથી મુક્તિ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

આ પણ વાંચો:-  15 ઓગસ્ટ : જાણો શું કહે છે આજના સિતારા તમારા માટે જુઓ આજ નું રાશિ ભવિષ્ય