વાવ,
તા.17
મૂળ વતની પાકિસ્તાનના પીથાપુરના અને પાકિસ્તાન સૈન્ય સાથે
ઝઘડો થતાં તેમના બે માણસોને મારીને તેઓની બંદૂકો લઈને પોતાના પરિવાર સાથે ભારતમાં
આવી બન્ને બંદૂકો પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. પાકિસ્તાનના માણસોનું ખૂન કરવા
બદલ એલચી કચેરી દિલ્હી ખાતે કેસ ચાલ્યો હતો ત્યારે તેઓને ફાંસી આપવાની હતી.
દુશ્મનના દાંત ખાટા કરી નાખનાર અભણ યોદ્ધા રણછોડ પગીનુ જીવતું કે મરેલ માથુ લાવનાર
માટે પાકિસ્તાને ૫૦ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.તેમ છતાં અંત સુધી સરકારને પગી હાથ લાગ્યા ન હતા.
રણછોડભાઈ પગીનું
અવસાન ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ માં થયું ત્યાર બાદ તેઓની સારી કામગીરી થી દેશને ખૂબ જ
મદદરૃપ થયેલ તેથી ગુજરાત પોલીસમાં ૨૦૧૪
માં પોલીસ પગીની નવી ભરતી પાડવા રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો.ગુજરાતના પાકિસ્તાન
સરહદના જિલ્લામાં કચ્છ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત કુલ ૨૫ પોલીસ પગી
તરીકે ભરતી કરવામાં આવી હતી.જેમા ખાસ બનાસકાંઠામાં પાંચ પોલીસ પગીની સરહદના પોલીસ
સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી હતી.આજે પણ બોર્ડર ઉપર રણછોડદાસ પગી નું નામ નું
બોર્ડર ઉપર નું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે.૧૯૭૧ના યુદ્ધ વખતે ભારતીય સૈન્યની
પાસે દારૃગોળો ખૂટી પડતાં મશ્કેલીના સમયે મદદે આવીને રણ ના રસ્તે ઊંટ ઉપર દારૃગોળો
ભરી ને પોતાના જીવની પરવા કર્યા વગર દેશ માટે ભારતીય સૈન્યને દારૃગોળો પૂરો પાડયો
હતો અને ભારતનો ભવ્ય વિજય થયેલ તે સંપૂર્ણ શ્રેય રણછોડભાઈ પગીને આપવામાં આવ્યો હતો.જ્યારે ગુજરાત પોલીસને
નાના-મોટા ઘણાં ગુનાઓ શોધી કાઢવામાં મદદ
કરેલ ત્યારે તેમની કદર કરીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ સમર સેવા મેડલ અને
સંગ્રામ મેડલ દ્વારા સન્માન કરવામાં આવ્યા
હતા.
રણછોડ પગી બોલિવૂડમાં પણ ચમક્યા
યુદ્ધ વખતે ભારતીય સૈન્યમાં સાચા હીરો બની પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવામાં મદદ કરનાર અને સરહદના ભુમિયા એવા
રણબંકા રણછોડભાઇ રબારીના જીવનને રૃપેરી પરદે મઢવા બોલીવુડમાં ભુજ ધી પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામની એક ફીલ્મ બની
અને સમગ્ર દેશમાં નામ ગુંજતું થયું.
કોણ હતા રણછોડ પગી
રણ માર્ગના ભોમિયા
તરીકે ઓળખાતા રણછોડ પગીએ ૧૯૬૫ અને ૧૯૭૧ ના યુદ્ધમાં ભારતીય સૈન્ય દળને ખૂબ મદદ
કરી હતી. પગલાં પરથી સ્થિતી અને દિશાનું અનુમાન લગાવી શકવાની આવડતના કારણે તેમને
પગીના નામે ઓળખવામાં આવતા હતા.
.