Gujarati News, <a href="https://news4gujarati.com/tag/news-in-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with News in Gujarati">News in Gujarati</a> – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

Trump’s first election rally since Corona’s report came out negative, addressed for 65 minutes

કોરોનાથી સાજા થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરીથી કેમ્પેઇન મોડમાં આવી ગયા છે. કોરોનાથી સ્વસ્થ થયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરી પ્રચાર મોડમાં આવી ગયા છે. તેઓ સોમવારે રાત્રે ફ્લોરિડા પહોંચ્યા હતા અને હજારો સમર્થકોની હાજરીમાં અહીં રેલી યોજી હતી. તેઓ 65 મિનિટ સુધી બોલ્યા, અને કહ્યું- હું પહેલા વધુ મજબુતાઈ અનુભવી રહ્યો છું.

- Advertisement -

રાષ્ટ્રપતિ ટ્રમ્પના ડોકટર સીન કોનલેએ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેલી મેકનેનીને એક પત્ર લખી જણાવ્યુ હતું કે રાષ્ટ્રપતિનો સતત બે દિવસ સુધી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મેકનેનીએ આ બાબતની જાણકારી મોડીયાને જણાવી હતી. કેલીએ કહ્યું કે, ઘણા લોકો તે જાણવા માંગે છે કે રાષ્ટ્રપતિની તબિયત કેવી છે? તેમનો કોરોનાનો ટેસ્ટ ફરી કરવામાં આવ્યો છે કે નહીં. તેમણે જણાવ્યુ કે મને ડો. કોનલેનો મેસેજ મળ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના બે ટેસ્ટ કરવામાં આવ્યા છે જે બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગત સપ્તાહે કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ ટ્રમ્પ ત્રણ દિવસ મેરિલેન્ડના વોટર રીડ હોસ્પીટલમાં દાખલ થયા હતા. ડોકટરે તેમણે શનિવારથી ચૂંટણી પ્રચાર માટેની પરવાનગી આપી હતી. તેઓ ફ્લોરિડા પહોચ્યા હતા અને અને અહિયાં એક મોટી રેલી યોજી હતી. હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં ટ્રમ્પે કહ્યું કે, હું પહેલા કરતાં વધુ મજબુતાઈ અનુભવી રહ્યો છું. આ રેલી ફ્લોરિડાના સેનફોર્ડમાં યોજાઇ હતી.

પોતાના સંબોધન દરમિયાન અનુભવાઈ રહ્યું હતું કે ટ્રમ્પ પોતાને વધુ સ્વસ્થ બતાવવાની ઉતાવળ કરી રહ્યા છે. ટ્રમ્પ વારંવાર તે દાવો કરી રહ્યા છે કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યા છે. ખાસ વાત તે છે કે તેઓ આ રેલી કરી રહ્યા હતા ત્યાં સુધી તે વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હતી કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ટ્રમ્પ જે બાબતનો દાવો કરી રહ્યા છે તેમાં એક વાત જરૂરથી નોટ કરવા જેવી છે કે કોરોનાથી અમેરીકામાં 2 લાખ 15 હજાર લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો:-  ઓછા કેસ દર્શાવવા ગુજરાત સરકારનું ગતકડું, કોરોનાના ટેસ્ટ ઘટાડી દીધા

ટ્રમ્પ ડેમોક્રેટના ઉમેદવાર જો બાઇડેનની નાની રેલીઓનો સતત મજાક ઉડાવી રહ્યા હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે બાઈડેન અને ડેમોક્રેટ્સ વેક્સિન જલ્દી સામે લાવવામાં વિક્ષેપ કરી રહ્યા છે. સવાલ તો રાષ્ટ્રપતિના ડોકટર પર પણ ઉઠી રહ્યા છે. સૌથી વધુ હેરાન કરનારી વાત તે છે કે પોતાના ઉમેદવાર પોઝિટિવ થવા પર હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટ્રમ્પના સમર્થકો સુધારવા માટે તૈયાર નથી. સોમવારે રેલીમાં ઘણા લોકો એવા હતા, જેમણે માસ્ક પહેર્યું ન હતું. આ દેશ માટે અને આ લોકો માટે પણ મુશ્કેલીભર્યું બની શકે છે.

સેનફોર્ડના પોતાના ભાષણમાં ટ્રમ્પ પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા હતા. કોરોના અને અમેરીકામાં કોરોનાથી ઉદ્દભવેલી પરિસ્થિતી બાબતે વધુ કંઈ કહ્યું નહતું. તે જરૂર જણાવ્યુ કે કઈ રીતે તેમણે આતંકવાદ સામે આકરા પગલાં ઉઠાવ્યા. કેટલા આતંકીઓનો ખાતમો કર્યો. ઈરાન મામલે કડક વલણ અપનાવ્યું. શનિવારે આપેલું નિવેદનને ટાંકતા કહ્યું કે, નોબેલ પુરસ્કાર માટે મારી પસંદગી એટલા માટે ન કરવામાં આવી કેમકે મીડિયા ફેંક ખબરોને ચલાવે છે. જ્યારે 2009માં ઓબામાને તરત જ નોમિનેટ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -