લોકડાઉનને કારણે જ્યાં દેશમાં મધ્યમ વર્ગ અને અપર મિડલ ક્લાસના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે તો લોઅર મિડલ ક્લાસ અને દેહાડી મજૂરી કરનારા લોકો માટે ઘણી મુશ્કેલી પેદા થઈ છે. એવામાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અને ઘણાં કલાકારો સંઘર્ષ કરી રહ્યા છે.

- Advertisement -

ટીવી સીરિયલ બેગૂસરાયમાં શિવાંગી જોશીના પિતાની ભૂમિકા ભજવનાર કલાકાર રાજેશ ધરસ લોકડાઉનને કારણે ઘણી મુશ્કેલીમાં મૂકાયા છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે આર્થિક મદદ માટે ગુહાર લગાવી છે. લોકડાઉનને કારણે તેમના શોની શૂટિંગ બંધ થઈ ગઈ છે અને બે મહિનાથી વધારાના લોકડાઉનને કારણે તેમની પરિસ્થિતિ ખરાબ થઈ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેમને કોઈ 300-400 રૂપિયા પણ ડોનેટ કરી જેથી તે પંજાબ પોતાના ઘરે કામ શોધી શકે.

રાજેશે ફેન્સ પાસે મદદ માગી, હું જીવવા માગુ છું, મદદ કરી દો

તેમણે વીડિયો બનાવી કહ્યું, જો શરમ કરીશ તો આ જિંદગી ભારે પડવાની છે. માત્ર એટલી અપીલ કરવા માગુ છું કે મને તમારી મદદની ખૂબ જરૂર છે. પરિસ્થિતિ ખૂબ નાજુક છે. તમને મારી અપીલ છે કે ભલે 300-400 રૂપિયા કેમ ન હોય, મને મદદ કરો. કારણ કે શૂટિંગ ક્યારે શરૂ થશે કશું ખબર નથી. લાઈફ બ્લોક થઈ ગઈ છે. કશુ ખબર નથી, હું જીવવા માગું છું. વીડિયો પોસ્ટ કરી તેમણે પોતાના બેંક અકાઉન્ટ ડિટેલ્સ અને ફોન નંબર પણ શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ બેગૂસરાયનું પ્રસારણ વર્ષ 2015થી 2016ની વચ્ચે થયું હતું. આ શોમાં શ્વેતા તિવારી અને વિશાલ આદિત્ય સિંહ જેવા ઘણાં ટેલિવિઝનના કલાકારો હતા. રશ્મિ દેસાઈ અને શિવાંગી જોશી જેવા પ્રખ્યાત ચહેરાઓએ પણ આ શોમાં કામ કર્યું હતું.

આ પણ વાંચો:-  વિનરને મળનાર ટ્રોફીનો ફર્સ્ટ લુક લીક થયો, 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ

આ શો પછી જ શિવાંગી જોશીને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં મોટો બ્રેક મળ્યો હતો. જેને લીધે તે આજે નાયરાના પાત્રથી ઘર ઘરમાં જાણીતી છે.

ભારતમાં અનલોક 1નું ચરણ શરૂ થઈ ગયું છે. જેમાં ઘણાં રાજ્યોએ આ વખતે ઘણી છૂટો આપી છે. પણ મહારાષ્ટ્રમાં જે રીતે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે અને ખાસ કરીને મુંબઈમાં, તેને જોતા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં અન્ય રાજ્યો જેટલી છૂટો આપી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here