શહેરમાં 34 લાખના એમડી ડ્રગ્સને પકડ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 31 કિલો ગાંજા સાથે બે શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શહેરના નારોલ-લાંભા રોડ ઉપર રિક્ષામાં બે શખ્સ ગાંજો લઇને આવવાના છે. બાતમીના આધારે લાંભા તરફથી આવતી રિક્ષાને કોર્ડન કરીને રોકી દેવામાં આવી હતી. રિક્ષામાં તપાસ કરતા ડ્રાઈવર અને મુસાફરની સીટ નીચે અને એન્જીનમાંથી એમ વિવિધ જગ્યાએ સંતાડેલા 15 પેકેટ મળી આવ્યા હતા. કુલ સાડા નવ લાખ રૂપિયાની કિંમતનો 31 કિલો ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. 

- Advertisement -

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

આ પણ વાંચો:-  અંગત ડાયરી ના વિજેતા મહારથીઓ