ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ આવતા કુલ પોઝિટિવ આંક 130 પર પહોંચ્યો છે. સરદારનગર ઘોઘા જકાતનાકા પચાસ વારીયામાં રહેતા રમઝાનભાઇ ઇશુબભાઇ મોર્ડન (ઉ.વ.35) જે અમદાવાદથી આવ્યા હોય તેમજ આનંદનગર ESIS હોસ્પિટલ નજીક રહેતા અને ગઈકાલે કોરોના પોઝિટિવ આવેલાના સંબંધી ધનજીભાઇ ધુડાભાઇ સોલંકી (ઉ.વ.66)ના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

બોટાદમાં 70 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ કેસ આવ્યો

રાજકોટના પડધરીમાં સગર્ભા સુનિતાબેનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. મુંબઇથી 24મેના રોજ આવ્યા હતા. આથી તેઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પરંતુ તેનું સેમ્પલ લઇ પરીક્ષણમાં મોકલાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોટાદમાં 70 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો સામે આવ્યો છે. જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામે 54 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

અન્ય જિલ્લામાંથી આવી હોમ ક્વોરન્ટીન રહેલા પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ આ દર્દીને આઇસોલેશન વોર્ડમાં ખસેડી સંપર્કમાં આવેલા તમામને ક્વોરન્ટીન કરવા કામગીરી આરોગ્ય વિભાગે શરૂ કરી છે.

બોટાદમાં 1 કેસના વધારા સાથે કુલ 60 કેસ

ભાવનગરમાં 130 કેસમાંથી 9ના મોત, 104 ડિસ્ચાર્જ અને 17 આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.બોટાદના ટાટમ ગામના 70 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો છે. 14 દિવસ પહેલા મુંબઈથી આવેલા 70 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. સ્થિતિ નાજુક જણાતા સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.બોટાદમાં 1 કેસના વધારા સાથે કુલ 60 કેસ પોઝિટિવ જેમાં 2ના મોત નીપજ્યાં છે જ્યારે 55 સ્વસ્થ થયા છે અને 3 કેસ સારવાર હેઠળ છે.

પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વરમાં

ગુજરાતનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વરમાં નોંધાયો હતો. ત્યારબાદ એક પછી એક એમ કેસોની સંખ્ય વધતી ગઇ હતી. આથી સરકાર દ્વારા જંગલેશ્વર વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. જંગલેશ્વરમાં 27 હજાર લોકો અત્યાર સુધી કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહ્યા હતા. હવે માત્ર અંકુર સોસાયટીના 2300 લોકો જ કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ આવે છે.

આ પણ વાંચો:-  ખાનગીશાળાઓ શિક્ષકોનાં નામે ફી ઉઘરાવે છે પણ તેમને પગાર ચુકવતી નથી

કોરોનાને કારણે જંગલેશ્વર ગુજરાતભરમાં ચર્ચામાં રહ્યું હતું. પરંતુ છેલ્લા થોડા સમયમાં આ વિસ્તારમાં એક પણ કેસ નોંધાતા જંગલેશ્વરને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે અને લોકો પોતાના ધંધા-રોજગાર ખોલી શકશે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 120 કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 86 અને ગ્રામ્યમાં 34 કેસનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં 76 દર્દીઓ સાજા થયા છે, 3ના મોત અને 7 દર્દીઓ સારવાર હેઠળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.