Surat: Two youths cheated 8 youths under the pretext of giving them jobs

કોરોના વાયરસના લોકડાઉનમાં છૂટછાટ મળતાની સાથે ગુનાખોરી પણ સતત વધી રહી છે. ત્યારે ઠગબાજો દ્વારા લોકોને છેતરવાની ઘટના પણ સામે આવી રહી છે. સુરતનાં 8 જેટલા યુવાનો તેમની મનપસંદ કંપનીમાં નોકરીની લાલચ આપીને એક ઠગબાજેઆ યુવાનો પાસેથી રૂપિયા 24.85 લાખ પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી રફુચચક્કર થઇ ગયા છે. અડાજણ ભુલકા ભવન સ્કુલ નજીકના આયુષમાન એન્ટરપ્રાઇઝનાં બે ભાગીદાર વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે.

લોભિયા હોય ત્યાં કદી ધુતારા ભૂખે નથી મરતા.

કહેવાય છે ને લોભિયા હોય ત્યાં કદી ધુતારા ભૂખે નથી મરતા. નોકરીની લાલચ અને મોટા પગારના નામે છેતરપિંડીની ઘટના અવારનવાર બનતી હોય છે ત્યારે સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. વર્ષ 2018 ફેબ્રુઆરી મહિનાના અંતમાં શહેરના બે વર્તમાનપત્રમાં નોકરી અંગેની જાહેરાત આપવામાં આવી હતી. ત્યારે આ જાહેરાત વાંચીને ઉકાઇની જે.કે. પેપર મીલમાં નોકરી કરતા સુરેશ દત્તુ દેવરે બી.ઇ મીકેનીકલનો અભ્યાસ કરનાર મોટા પુત્ર જયદીપની નોકરી માટે તા. 3 એપ્રિલના રોજ અડાજણ ભુલકા ભવન સ્કુલ નજીક અભિક્રમ કોમ્પ્લેક્ષમાં આવેલી આયુષમાન એન્ટરપ્રાઇઝના આવીને તેના સંચાલક ભરત પરશુરામ તાવડે અને સુધીર જ્ઞાનેશ્વર શિવન્કરનો સંર્પક કર્યો હતો.

સાથે સહી કરેલા બે કોરા ચેક લીધા હતા.

જોકે, ભરતે પોતાના પુત્ર જયદીપના ડિગ્રીનો અભ્યાસ કર્યા બાદ નોકરીની વાત કરતા આ સંચાલકોએ કહ્યું હતું કે, તમારે કઇ કંપનીમાં નોકરી કરવી છે. જે કંપનીમાં નોકરી કરવી હોય તે મુજબ તમને પગાર મળશે. એમ કહી વિશ્વાસ લઇને પોતાની વાતમાં ફસાવી લીધા હતા.

ત્યાર બાદતા. 25 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતાના ફોક્સવેગન કંપનીમાં ઇન્ટરવ્યૂની વાતચીત કરી હતી અને જેના માટે ટોકન પેટે Rs.5000 લીધા હતા. આ સાથે સહી કરેલા બે કોરા ચેક લીધા હતા. બે દિવસ પછી વધુ Rs. 5000 જયદીપે ભરત તાવડેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આ બંનેવ ઠગ સતત બનાવતા હોય તેવું લાગતું હતું. આ ઠગો દ્વારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા ત્રણેક દિવસ બાદ જયદીપના પિતા સુરેશ દેવરેએ આપેલા કોરો ચેકમાં Rs. 2 લાખની એમાઉન્ટ ભરી બેંકમાં ડિપોઝીટ કર્યો હતો. જેની જાણ મોબાઇલ એસએમએસ થકી સુરેશભાઇને જાણ થતા ચેકનું ક્લિયરીંગ અટકાવ્યું હતું અને ભરતે ચેક પરત પણ લઇ લીધો હતો.

આ પણ વાંચો:-  ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ, ગૃહમાં સરકારને ઘેરવા કોંગ્રેસે ઘડી રણનીતિ

ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો ન હતો.

જેને લઈને આ ઠગો દ્વારા બાકી પૈસા ભરશો તો જ તા. 23 એપ્રિલના રોજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે એમ કહેતા જયદીપે તા. 21 એપ્રિલના રોજ સ્ટેશન રોડની હોટલમાં રોક્ડા RS. 1.40 લાખ ભરતને આપ્યા હતા. પરંતુ ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો ન હતો. જેથી જયદીપે અડાજણ ખાતેની ઓફિસે તપાસ કરતા ઓફિસ બંધ હતી અને ભરતનો મોબાઇલ ફોન પણ બંધ હતો.

ઇન્ટરવ્યુના નામે ભરતે વધુ એક વખત તા. 25 મેનો વાયદો કરી Rs. 90 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. પરંતુ ઇન્ટરવ્યુ માટે કોઇ કોલ આવ્યો ન હતો અને માત્ર જયદીપ પાસેથી જ નહિ પરંતુ અન્ય 7 જણાને પણ નોકરીની લાલચ આપી તેમને નોકરી મળશે તેવી એફિડેવીટ કરાવી કુલ Rs. 24.85 લાખ પડાવી લીધા હતા.

નોકરી મળશે તેવી એફીડેવીટ કરાવી ભરત તાવડે અને સુધીર શિવન્કરે જયદીપ દેવરે ઉપરાંત

  • વિનોદ હિરજી ભીમાણીપાસેથી Rs. 1.70 લાખ,
  • વસંત વિઠ્ઠલદાસ રાણા પાસેથી Rs. 5 લાખ,
  • બાબુ વીરાભાઇ પટેલપાસેથી RS. 2 લાખ,
  • રાજેશ હરીભાઇ પરમાર પાસેથી RS. 4 લાખ,
  • જીતેન્દ્ર શાહ પાસેથી Rs. 4 લાખ,
  • ભદ્રેશ ભગતલાલ કંસારાપાસેથી Rs. 2 લાખ અને
  • ખતોડે રાવસાહેબ મારતંડ પાસેથી Rs 3.25 લાખ પડાવી લીધા હતા.

જોકે સમગ્ર ઘટનાની જાણકારી મળતા આ તમામ લોકો અડાજણ પોલીસ મથકે પોહચીં આ બંનેવ ઠગ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે ફરિયાદના આધારે આરોપી પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા ( Gujarati news online ) માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.