લોકડાઉન 4.0 કાલે એટલે કે 31 મેના રોજ પુર્ણ થઇ રહ્યું છે. તે અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન 5.0 માટે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. આપણે ગુજરાતમાં સુરત અને અમદાવાદ સિવાય મોટે ભાગે છુટછાટ આપી હતી. હવે અનલોક 1માં વધારે છુટછાટ તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગળ વધી રહ્યા છે.

- Advertisement -

Unlock 1.0: કર્ફ્યુનાં કલાકો ઘટ્યા, રાજ્યની તમામ બજારો સાંજે 7 વાગ્યા સુધી ધમધમશે

આજે મળેલી કોર ગ્રુપની મીટિંગમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને છેલ્લા 2થી અઢી મહિનાથી પડી રહેલી તકલીફનું નિવારણ થાય અને વ્યવસ્થા જળવાય રહે તે પ્રકારે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે રાત્રે 7 વાગ્યે જે કર્ફ્યું લાગતો હતો તે હવે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. દરેક દુકાનો બપોરે 4 વાગ્યે બંધ કરાતી હતી તે હવે સાંજે 7 વાગ્યે બંધ કરી દેવાની રહેશે. ઓડ ઇવન પદ્ધતી બંધ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બજારની તમામ દુકાનો અને ઓફીસો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવે છે.

સમગ્ર ગુજરાતમાં એસટીનું સંચાલન થશે. જો કે એસટીમાં 60 ટકા લોકોને જ બેસાડવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં એસટીનું સંચાલન કરવામાં આવશે. બાઇકમાં 1 વ્યક્તિ જ જઇ શકતા હતા. જો કે હવે પરિવારનાં વ્યક્તિ સાથે 2 સવારી ચાલી શકશે. જો કે 4 વ્હીલરમાં 1 ડ્રાઇવર અને 2 લોકો પાછળનો નિયમ યથાવત્ત રહેશે. જો કે મોટી ફોર વ્હીલ હશે તો ડ્રાઇવર ઉપરાંત 3 લોકો બેસાડી શકાશે. તમામ સિટી બસ 50 ટકાની છુટ સાથે ચાલુ રહેશે. પેસેન્જર રિક્ષા પણ 3 ડ્રાઇવર સહિત 3 વ્યક્તિઓ સાથે ચાલુ કરી શકાશે.

સોમવારથી તમામ પ્રકારની ઓફીસ સરકારી અને ખાનગી ઓફીસો પુર્વવત ચાલુ થશે. બેંકો પણ ફુલ કેપેસિટી સાથે ચાલુ થશે. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળ, શોપિંગ મોલ અંગે કેન્દ્ર સરકારનીગાઇડ લાઇન અનુસાર 8 જૂન પછી ચાલુ થઇ શકશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જરૂરિયાતની વસ્તુ સિવાય કોઇ પણ છુટછાટ આપવામાં નહી આવે. હેલ્થ વિભાગ કાલે કન્ટેઇનમેન્ટ ઝોનની જાહેરાત કરશે. સમગ્ર ગુજરાતનાં તમામ કન્ટેનમેન્ટ ઝોન યથાવત્ત રીતે લોકડાઉન જ રહેશે. આ તમામ અમલ સોમવારથી ચાલુ થશે. રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી જુના નિયમો લાગુ રહેશે.

આ પણ વાંચો:-  કોંગ્રેસ ના ધારાસભ્યો અમદાવાદ પરત ફરશે, મતદાન ની તાલીમ અપાશે

કોરોનાના સંક્રમણ વચ્ચે આપણે પસાર થઇ રહ્યા છીએ તે આપણે ભુલવાનુ નથી. સંક્રમણ વધે નહી તેની ચિંતા કરવાની છે. દરેક ગુજરાતી કોરોના વોરિયર બને. જાહેરમાં થુંકનાર અને માસ્ક વગર નિકળનારા વ્યક્તિ પાસેથી દંડ વસુલવામાં આવશે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન કરે તે જરૂરી છે. વારંવાર સેનેટાઇઝરનો ઉપયોગ થાય તે જરૂરી છે. માટે દરેક દુકાન, ઓફીસ સહિતનાં તમામ તૈયારી કરવાની રહેશે. 65 વર્ષથી વધારેની વ્યક્તિ, 5 વર્ષથી નાના બાળકો વધારે બહાર ન નિકળે તે જરૂરી છે. શૈક્ષણીક સંસ્થાઓ અંગેનો નિર્ણય જુલાઇમાં કરવામાં આવશે. એટલે જૂનના અંત સુધી વેકેશન છે તેમ સમજીને જ તમામ નાગરિકો ચાલે. જુલાઇ મહિનામાં જે પ્રકારે નિર્ણય થશે તે પ્રમાણે ગુજરાત સરકાર તેનો અમલ કરશે.