અંગત ડાયરી નાં 20/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

અંગત ડાયરી અનલોક-2વોટ્સ્એપ ગૃપનાં એડમીન પેનલ પારુલ અમીત ‘પંખુડી’ , અમીત પટેલ ‘કૃષ્ણસાર’ તથા મનીષભાઈ શાહ’ફગણિયો ના સંયુક્ત ઉપક્રમે તા-/20/07/2020નાં રોજ તૃતિય સપ્તાહ ના રોજ માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં સર્જનનાં દિવસે નોધપાત્ર એવી રચનાઓ આવી ને સૌ મિત્રોએ ઉત્સાહથી કલમ ચલાવી..

- Advertisement -

આ ટાસ્કનાં નિર્ણાયક હતાં શ્રી કૌશા બેન જાની’કલ્પ’

માઈક્રોફીકશન એ સાહિત્યનો એક એવો સરસ મજાનો પ્રકાર છે જેમાં ઓછાં શબ્દોમાં ઉત્કૃષ્ટ ભાવ રજૂ થઈ જાય છે.વિગતવાર વર્ણન ના કરવાં છતાં બહું જ ઓછા શબ્દોમાં ચોટદાર સાર દર્શાવી જતો આ માઈક્રોફીકશનનાં પ્રકારે લખવું એ એક આગવી કલા છે.અંગત ડાયરી અનલોક-2નાં સર્જકોએ એકથી એક ચડિયાતી રચનાઓ લખી બતાવી ટોટલ 32 વાર્તાઓ આવી ..ટૂંકી વાર્તામાં પણ પ્રશંસનીય સર્જન કરી બતાવતાં આપણાં સર્જકો સાચે જ ધન્યવાદને પાત્ર છે..આવો..એમની વિજેતા થયેલ કૃતિઓ માણીએ.

પ્રથમ ક્રમાંક વિજેતા: વિષય: લઘુવાર્તા
શીર્ષક: અકળામણ
, નીલમ પ્રતિક વ્યાસ “દુર્ગા” સુરેન્દ્રનગર

“રીની કાલે અડધી રજા મુકી દેજે” મમ્મી બોલી.
રીનીએ કંટાળીને જવાબ આપ્યો: “મમ્મી પ્લીઝ, મને નથી ગમતી આવી બધી ફોર્માલીટીઓ, હું કોઈ શો પીસ છુ? તૈયાર થવાનું, પાણીની ટ્રે લઈને શરમાતા સામે આવવાનું, આ બધી સ્ટુપીડ રીતો છે, માત્ર દશ-પંદર મિનીટ એકાંતમાં વાત કરીને કોઈ વ્યક્તિને કઈ રીતે ઓળખી શકાય?

મમ્મી: “જો બેટા, ઘણા કપલ્સ તો આખી જીંદગી સાથે રહીને પણ એકબીજાને નથી ઓળખી શકતાં, એરેન્જ્ડ મેરેજમાં એવું જ હોય, ભરોસો ન મુકીએ તો કોઈ ગમે જ નહી, લગ્ન થાય જ નહી”!

રીની: “પણ મને તો લગ્ન વિષયક જાહેરાતો વાંચીને પણ ગુસ્સો આવે છે, એમાં લખ્યું હોય છે કે……… જોઈએ છે ઉંચી, રૂપાળી, નમણી, પાતળી કન્યા!!!
શું શ્યામવર્ણી કન્યાઓ સમજણી નથી હોતી? નીચી હાઈટવાળી કન્યાના ઉંચા આદર્શો નથી હોતા?”

મમ્મી(તાડુકીને): “બંધ કર તારી ફિલોસોફીને, અને હા આ વખતે તારા પપ્પાને નિરાશ નહી કરતી, જોવા આવનાર મુરતિયા સાથે વ્યવસ્થિત વાત કરજે!”

આ પણ વાંચો:-  જાહેરમાં રેલીઓ યોજનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કોરોના પોઝિટિવ

રીની(નિસાસો નાંખતા): “વિચાર મમ્મી, દિકરી તરીકે જો હું તમારા આ રિવાજોને ન અનુસરૂ તો તમે નિરાશ થઈ જાઓ છો, તો જે વ્યક્તિ સાથે મારા વિચારો મેળ ન ખાય એની સાથે પરણીને હું નિરાશ નહી થાઉં? મને પરંપરા કે રિવાજોનો વિરોધ નથી પણ મારા તર્કને સમજનાર વ્યક્તિ નહી મળે તો હું નહી પરણુ………. મર્યાદાના નામે પરાણે વળગાડી દેવાતું બીબાઢાળ જીવન હું નહી જીવી શકું!”

અચાનક મમ્મીને ત્રણેક દાયકા પહેલાનું દ્રશ્ય યાદ આવી ગયું, જ્યારે એ પોતે રીની જેવી જ પરિસ્થિતીમાં ઉભા હતાં………..
ઉંમરલાયક કુંવારી દિકરીની ચિંતાને મનમાંથી અને દડ દડ વહેતાં આંસુઓને આઁખમાંથી લુછીને મમ્મીએ રીનીને છાતી સરસી ચાંપી લીધી.
વાતાવરણ પણ એ નિરવ શાંતિને પુછી રહ્યું હતું કે બન્ને માંથી કોની અકળામણ વધુ હશે???

દ્વિતીય વિજેતા ક્રમાંક:

શીર્ષક:- ગરીબીનો આનંદ, મેહુલ ત્રિવેદી (ઘાયલ મેઘ), ખેરાળી

રાહુલે આલિશાન ગાડીના કાચમાંથી બહાર આનંદ સાથે વરસાદના ગારામાં લોખંડના નાના ટુકડાથી ખુચામણી રમતા છોકરાઓને જોઈ એના પપ્પાને પૂછ્યું, “એ છોકરાઓ શું રમે છે?. તેના પપ્પાએ કહ્યું કે “એ ખુચામણી દાવ રમે છે.હું નાનો હતો ત્યારે ખુબ રમતો”. “મારે પણ એવું રમવું છે, પપ્પા”.તેના પપ્પાએ સહજતાથી કહ્યું કે હવે આપણે એ રમી શકીએ એટલા અમીર રહ્યા નથી.

તુર્તીય વિજેતા ક્રમાંક : ડિમ્પલ પારેખ, દિપ્સ, સુરત

શીર્ષક- કાર્યનું મહત્વ

પતિ: આ મિડિયા વાળા પણ ખરા છે….નાની વાતનો પણ ઈશ્યુ બનાવીને પબ્લીકમાં ડર પેદા કરવાનું કામ કરે છે.
પત્ની: દરેક વ્યક્તિ પોતાનુ કાર્ય બહુ સારી રીતે કરે છે.

રિપોર્ટ એહવાલ અમિત પટેલ ‘કૃષ્ણસાર’
[email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  અંગત ડાયરી નું એક પાનું: પરિસ્થિતિ vs પ્રતિક્રિયા

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.