મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસસ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં ૨૦૨૩ સુધી અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસસ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં તા. 30 જૂન, 2023 સુધી એટલે કે 3 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, તેથી હવે આ વિસ્તારોમાં પણ કાયદાની જોગવાઈ અનુસાર કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર મિલકતનું વેચાણ નહીં થઈ શકે.

- Advertisement -

અમદાવાદ શહેરમાં આ અગાઉ કુલ 70 જેટલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયેલો છે, જેમાં સમગ્ર કોટ વિસ્તાર, બહેરામપુરા, દાણીલીમડા ઉપરાંત એલિસબ્રિજ, પાલડી, વાસણા, સરખેજનો કેટલોક વિસ્તાર સામેલ છે.

વટવા અને નારોલના વિસ્તારોમાં ધાકધમકીથી મિલકતો પડાવી ના લેવાય તે માટે આ વિસ્તારોને અશાંતધારો લાગુ કરાયો હોવાનું સરકાર તરફથી જણાવાયું છે. નારોલ પોલીસ સ્ટેશન હેઠળ ટીપી નં-80માં આવતી 12 મિલકતોને તથા વટવા પોલીસસ્ટેશન હેઠળ ટીપી નં. 85,84,86,86P, અને 89 ઉપરની 98 મિલકતોને અશાંતધારો લગાડવામાં આવ્યો છે.

વટવા પોલીસસ્ટેશન હેઠળ કયા સર્વે નંબરનો સમાવેશ  

ટવા ગામ- 35, સરતાજ નગર-13, બચુભાઇ બાન કુવો-1, નવો ચુનારા વાસ- 8, ગોગા મહારાજ મંદિર વાળો વાસ-1, આશાપુરા વાસ-1, વણઝારા વાસ-1, નીરમલનગર સોસાયટી-1, સાઇનગર-1, રામરાજ્ય નગર-1, વણકર વાસ-1, સાફિયા પાર્ક-1, શાહઆલમનગર-1, સુયોગ સોસાયટી-1, મહેરીયા વાસ-1, મહાવીરનગર સોસાયટી-1, સ્મૃર્તીદર્શન સોસાયટી-1, ચુનારાવાસ ઇટીસી-, જૈન આશ્રમ-6, સનાભાઇ નગર-1, રાધે પાર્ક સોસાયટી-1, નવજીવન ફ્લેટ્સ-1, નારાયણ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ-1, માથુરજીનો કુવો-1..

આંબાવાડીયુ ભરવાડવાસ-1, કદમગીરી સોસાયટી-1, નીલગીરી સોસયટી-1, મારુતિ સોસાયટી-1, ચારનોદક સોસાયટી-1, ટેનકર રેસીડેન્સી-1, મઢુલી એપાર્ટમેન્ટ-1, ગણેશનગર, મહેરીયા વાસ, સર્વોદય સોસાયટી, વંદના સોસાયટી, રોહીત વાસ, મોટો ઠાકોરવાસ, ઊંચી શેરી વાસ, આટલા વિસ્તાર ગામતળ નારોલ : વટવા ગામ- 10, ગીરીરાજ હાઇટ-1, ઇરફાન રો-હાઉસ-1

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

આ પણ વાંચો:-  ફાયર વિભાગ ભેરવાયું, હોસ્પિટલોની NOC માટે અરજી છતાં ઈન્સ્પેક્શન નહીં

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.