ગુજરાતમાં ફરી એક વખત વેવાઇ અને વેવાણનું પ્રેમ પ્રકરણ સામે આવ્યુ છે. જેમાં સાબરકાંઠામાં એક વેવાઇ અને વેવાણ એક ઝાડ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસે વેવાઇ અને વેવાણને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરે છે.

- Advertisement -

રિપોર્ટ અનુસાર સાબરકાંઠાના ખેડબ્રહ્માના દિધીયા ગામમાં એક વેવાઇ અને વેવાણ ખેત મજૂરીનું કામ કરતા હતા. વેવાઇ અને વેવાણે દિધીયા ગામની સીમમાં આવેલા એક લીમડાના ઝાડની સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈને એક સાથે આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતાં તેઓએ સમગ્ર મામલે તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં માહિતી આપી હતી. પોલીસને માહિતી માળતા જ ગણતરીના સમયમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને લીમડાના ઝાડ પરથી વેવાઇ અને વેવાણના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આપઘાત કારનાર વેવાઈ અને વેવાણ વડાલીના થેરાસણા ગામના વતની હતા અને બંને દિધીયા ગામમાં ખેત મજૂરી કરવા માટે આવતા હતા. 

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા સુરતના વેવાઈ અને નવસારીની વેવણનું પ્રેમ પ્રકરણ ઘણું ચગ્યું હતું. વેવાઈ વેવાણ દીકરા અને દીકરીના લગ્ન પહેલાં ભાગી ગયા હતા અને ત્યારબાદ બંને થોડા દિવસો પછી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યારબાદ વેવાણના પતિએ વેવાણને સ્વીકારવાનો ઇનકાર કરતા તેઓ તેમના પિતાના ઘરે રહેતા હતા પરંતુ સમાજના લોકોની મધ્યસ્તીથી પતિ તેને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો હતો પરંતુ ઘટનાના થોડા દિવસો બાદ જ વેવાઈ અને વેવાણ ફરીથી બંને ભાગી ગયા હતા. નવસારીના વેવાઈ વેવાણ પ્રકરણ પછી હવે સાબરકાંઠામાં વેવાઈ અને વેવાણના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક કારણ એવું પણ સામે આવ્યું છે કે, વેવાઇ અને વેવાણે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોઈ શકે છે.

આ પણ વાંચો:-  સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.