અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લાયડ (George Floyd)ની પોલીસ ધરપકડમાં મોતનો મુદ્દો વધતો જઇ રહ્યો છે. વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. અહીં સુધી કે વ્હાઇટ હાઉસની બહાર પણ જોરદાર પ્રદર્શન યોજવામાં આવ્યા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ચેતાવણી આપી છે કે પરિસ્થિતિ જલદી કાબૂમાં ન આવી તો તે અમેરિકામાં સેના ગોઠવી દેશે.

- Advertisement -

તેમણે કહ્યું કે હું આપણી રાજધાની વોશિંગ્ટન ડીસીની સુરક્ષા માટે ઝદપથી વધુ નિર્ણાયક કાર્યવાહી કરવા જઇ રહ્યો છું. હું હજારો સૈનિકો, સૈન્યકર્મીઓ અને અધિકારીઓને રમખાણો અને સંપત્તિના વિનાશને રોકવા માટે મોકલી રહ્યો છું. એક પત્રકાર પરિષદમાં કહ્યું કે હું તમામ સંશાધનોને એકઠા કરી રહ્યો છું. પરિસ્થિતિને કાબૂ કરવા માટે અમેરિકામાં નેશનલ ગાર્ડની તૈનાતી પહેલાં જ કરી દેવામાં આવી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે જોર્જ ફ્લાયડ અને તેમના પરિવારને ન્યાય અપાવીશું. જોર્જની વીભત્સ હત્યાથી અમેરિકી વાસી દુખી છે. મારી પહેલી અને સૌથી મોટી ફરજ એ છે કે હું દેશ તરફથી અમેરિકન લોકોને સુરક્ષા પુરી પાડી શકું. હું શાંતિપૂર્ણ પ્રદર્શનને આક્રોશિત ભીડમાં બદલાવવાની પરવાનગી આપી ન શકું. રમખાણોથી સૌથી વધુ પીડિત નિર્દોષ લોકો થયા છે. અને આ શાંતિપ્રિય લોકો ગરીબ સમુદાયમાંથી આવે છે.

તો બીજી તરફ પ્રદર્શનકારીઓને કાબૂમાં કરવા માટે વોશિંગ્ટન ડીસીમાં સેનાની એક બટાલિયનને તૈનાત કરી દેવામાં આવી છે. સેનાના લગભગ 250 જવાન સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હિંસક પ્રદર્શન દરમિયાન લગભગ ચાર હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ન્યૂયોર્કમાં સોમવારે સ્થાનિક સમયના અનુસાર રાત્રે 11 વાગ્યાથી મંગળવારે સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂં લગાવી દેવામાં આવ્યો છે. 

આ પણ વાંચો:-  કોરોના વાયરસ ચીન તરફની સૌથી ખરાબ ભેટ છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ