એવું ઓછું જ જોવા મળે છે જ્યારે બેંક લોન આપવા તૈયાર હોય, પણ કોઈ જોખમ લેવા તૈયાર નહીં હોય. પણ લોકડાઉને મોજૂદ પરિસ્થિતિ કંઇક આ રીતની જ બનાવી દીધી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)નું કહેવું છે કે, અમે લોન આપવા માટે તૈયાર છીએ પણ લોન લેવા માટે કોઈ સામે આવી રહ્યું નથી.

- Advertisement -

ગ્રાહકો જોખલ લેવા માગતા નથી

ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ના ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે, બેંક લોન આપવા માટે તૈયાર છે, પણ ગ્રાહકો લોન લેવા માટે આગળ આવી રહ્યા નથી. રજનીશ કુમારે મંગળવારે કહ્યું કે, આજે ગ્રાહકો જોખમ ઉઠાવવા અને લોન લેવા માટે ખચકાઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે, બેંક સૂક્ષ્મ, લઘુ અને MSME ક્ષેત્રને 3 લાખ કરોડ રૂપિયાની લોન ગેરેંટી યોજનાને લઈ આશાન્વિત છે. આ યોજના દ્વારા સરકરે અપ્રત્યક્ષ રીતે સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 30,000 કરોડ રૂપિયા નાખ્યા છે.

મોટા રોકાણો નથી થઈ રહ્યા

SBI ચેરમેન રજનીશ કુમારે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બર કોર્પોરેટ ટેક્સની દરોમાં ભારે કાપ મૂક્યો હતો. ઘણાં લોકોએ અનુમાન લગાવ્યું હતું કે, સરકારના આ પગલાથી રોકાણમાં પ્રોત્સાહન મળશે, પણ એવું થયું નહીં. એક ઉદાહરણ આપતા SBI પ્રમુખ કુમારે જણાવ્યું કે, પાછલા 5 વર્ષોમાં મોટા રોકાણો લગભગ અટકી ગયા છે. જેને લીધે આઈટી સેક્ટરમાં કોઈ મોટા પ્રમાણમાં રોકાણ જોવા મળ્યું નથી.

MSME ક્ષેત્રમાં છે ફાયદો

ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારે MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર આ ક્ષેત્રમાં આવનારા 4 વર્ષોમાં 41,600 કરોડ રૂપિયા ખર્ચ કરવા માગે છે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા કુમારે બેંકની જમા રિઝર્વ બેંકની પાસે રાખવાની ટીકા પર કહ્યું કે, અમારી પાસે કોષ છે, પણ લોનની માગ નથી. તેમણે કહ્યું કે, એવામાં બેંકની પાસે પોતાના પૈસા રિઝર્વ બેંકની પાસે રાખવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. જ્યાં સુધી ગ્રાહકોની વાત છે તો તેઓ જોખલ લેવા માગતા નથી

આ પણ વાંચો:-  ચાઇનાને 12,000 કરોડ રૂપિયાની નિકાસ બજાર આપશે ભારત!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.