દેશો દ્વારા વિદેશી નાગરિકોને પ્રવેશ આપવા સંબંધી નિયમોમાં છૂટ અપાયા બાદ ભારત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવા વિશે નિર્ણય લેશે. 

દેશો દ્વારા વિદેશી નાગરિકોને પ્રવેશ આપવા સંબંધી નિયમોમાં ઢીલ અપાયા બાદ ભારત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવા માટે નિર્ણય લેશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ આ જાણકારી આપી છે. કોરોના મહામારી દરમિયાન જાપાન અને સંગાપુર જેવા દેશોએ વિદેશીઓના પ્રવેશ પર મહત્વપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. 

- Advertisement -

પુરીએ ટ્વીટર પર કહ્યુ, જ્યારે દેશો દ્વારા વિદેશી નાગરિકોને પોતાને ત્યાં પ્રવેશ આપવાના નિયમમાં છૂટ આપવામાં આવશે ત્યારે નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાન ફરી શરૂ કરવા વિશે નિર્ણય લેવામાં આવશે. ગંતવ્ય દેશો આવનારી ઉડાનોને મંજૂરી આપવા માટે તૈયાર થવું જોઈએ.

ભારતે 25 મેથી ડોમેસ્ટિક ઉડાનો ફરીથી શરૂ કરી હતી.

ભારતે 25 મેથી ડોમેસ્ટિક ઉડાનો ફરીથી શરૂ કરી હતી. આ પહેલા આશરે બે મહિના સુધી કોરોના વાયરસને રોકવા લાગૂ લૉકડાઉનને કારણે ઉડાનો પર પ્રતિબંધ હતો. 

એર ઈન્ડિયાએ 5 જૂનથી વંદે ભારત મિશન હેઠળ અમેરિકા અને કેનેડા સહિત વિશ્વના અન્ય દેશોમાં જનારા યાત્રિકો માટે બુકિંગ શરૂ કર્યું છે. સરકારના વંદે ભારત મિશન હેઠળ પાંચ જૂનથી બુકિંગ કરાવનાર 9-30 જન 2020 વચ્ચે યાત્રા કરી શકશે. આ ફ્લાઇટ્સ અમેરિકા અને કેનેડાના ઘણા મહત્વપૂર્ણ શહેરો જેમ કે ન્યૂયોર્ક, શિકાગો, વોશિંગ્ટન, સૈન ફ્રાન્સિસ્કો, વૈનકોવર અને ટોરેન્ટો માટે ઉપલબ્ધ થશે. 

આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થવામાં સમય લાગી શકે છે

પુરીએ કહ્યુ કે, હાલ યોગ્ય રીતે આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થવામાં સમય લાગી શકે છે. દેશના મોટા ભાગના મેટ્રો શહેર હાલ રેડ ઝોનમાં છે, જેના કારણે બહારના શહેરોથી લોકો ફ્લાઇટ પકડવા ન જઈ શકે. આ સિવાય દેશમાં આવ્યા બાદ તેણે 14 દિવસ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. 

આ પણ વાંચો:-  રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં તહેનાત જવાનોનો ઉત્સાહ વધાર્યો અને રાઈફલથી ફાયર પણ કર્યું

આ સાથે ઘરેલૂ ઉડાનોને હજુ 50-60 ટકાના સ્તર સુધી પહોંચાડવામાં સમય લાગશે અને આગળ વાયરસને પણ જોવો પડશે કે તેની શું અસર થશે. ત્યાં સુધી સરકાર વંદે ભારત મિશન હેઠળ લોકોને દેશમાં લાવતી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.