મુંબઈ મહાનગરપાલિકા કોરોના કૅર સેન્ટર્સ અને હૉસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યા બાબતે મોટા દાવા કરે છે, પરંતુ સામાન્ય નાગરિકો એ સેવાઓ શોધવા એકથી બીજી હોસ્પિટલ વચ્ચે આંટાફેરા કરે છે. કોવિડ-19ના હળવાં લક્ષણો ધરાવતા પૉઝિટિવ દરદીઓ માટે કોરોના કૅર સેન્ટર્સ-2 (CCC2)માં 30000 બેડ ઉપલબ્ધ હોવાના પાલિકાના દાવા ફકત કાગળ પર છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે જે સ્થળોને પસંદ કરવાની વાતચીત ચાલતી હતી, એ સ્થળોનું હજુ સુધી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું નથી. પરંતુ મહાનગર પાલિકાનાં સૂત્રો એ બધાં સેન્ટર્સમાં બેડ ગોઠવાઈ ગયા પછી એકાદ દિવસમાં સક્રિય થઈ જશે.

- Advertisement -


એમ્બ્યુલન્સીસ હોસ્પિટલોના ફેરા મારે છે અને કેટલાક કિસ્સામાં બેડ નહીં મળતાં એ એમ્બ્યુલન્સીસ દરદીઓને એમના ઘરે પાછા મૂકીને આવી છે. ગયા અઠવાડિયે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે મહાનગર પાલિકા પાસે 44000 બેડ છે. એમાં 14000 બેડ હોસ્પિટલોમાં અને કોરોના ઇન્ફેક્શનના લક્ષણો હળવા હોય કે લક્ષણો જણાતા ન હોય એવા દરદીઓ માટે 30000 બેડ CCC2માં છે.

પરંતુ તપાસમાં જાણવા મળ્યું હતું કે એમાંથી સાવ જૂજ સંખ્યામાં CCC2 કાર્યાન્વિત છે. મોટા ભાગના સેન્ટર્સ ફક્ત કાગળ પર છે. એ સ્થળોનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું નથી. સેન્ટર્સની યાદીમાં 1000 બેડની ક્ષમતા ધરાવતા મરીન લાઇન્સના હિન્દુ જિમખાના અને ચેમ્બુરના સોમૈયા ગ્રાઉન્ડ જેવા ૨૨૫ સેન્ટર્સનો સમાવેશ છે. હિન્દુ જિમખાનાના બિલ્ડિંગ્સમાં 100 કરતાં વધારે બેડના સમાવેશની શક્યતા નહીં હોવાનું ગિરગાંવનાં નગર સેવિકા રીટા મકવાણા કહે છે.


એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે ‘મુંબઈ મહાનગર પાલિકાએ કુલ 29000 કરતાં વધારે બેડ સમાઈ શકે એવા સેન્ટર્સ માટેના ઉચિત સ્થળોની તારવણી કરી છે. સેન્ટરને જ્યારે તૈયાર કરવાનું હોય એના એક દિવસ પહેલાં બેડ ગોઠવવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના તીવ્ર લક્ષણો ધરાવતા 4000 દરદીઓને CCC2માં રાખ્યા હતા. એમાંથી નિયમિત રીતે દરદીઓને ડિસ્ચાર્જ આપવામાં આવે છે. એ પ્રમાણને ધ્યાનમાં રાખતાં હાલની એક્ટિવેટેડ કેપેસિટી સંતોષકારક છે. જ્યારે જરૂર પડે ત્યારે બેડનો નવો જથ્થો નેક્સ્ટ લોટ એક્ટિવેટ કરવામાં આવે છે. એકંદરે 29442 બેડની કેપેસિટી બની રહેશે. ’

આ પણ વાંચો:-  વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટ્સના બે કર્મચારીઓ પોઝિટિવ, દુકાન સીલ, અન્ય કર્મચારી હોમ ક્વોરન્ટીન