ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 4 બેઠકો પર ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે, ત્યારે રસાકસીભરી આ ચૂંટણીમાં કોંગ્રેસના 7 ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ભાજપને 3 બેઠકો જીતવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે, તેમાં પણ જો NCPનો એક મત અને BTPનો એક મત મળે તો ભાજપ સરળતાથી જીતી શકે છે,

રાજ્યસભાના ગણિત પ્રમાણે ભાજપ ત્રણેય બેઠક જીતી શકશે

પરંતુ ભાજપ એવું જોખમ લેવાને બદલે કોંગ્રેસ તરફ જ નજર રાખી છે, તેથી હવે માત્ર કોંગ્રેસના 2 ધારાસભ્યો રાજીનામું આપી દે તો રાજ્યસભાના ગણિત પ્રમાણે ભાજપ ત્રણેય બેઠક જીતી શકશે. કોંગ્રેસને પણ 2 બેઠકો જીતવા ચાર ધારાસભ્યો ખૂટે, તેમાં અપક્ષ અને BTPના બે મત મળે તો માત્ર એક મત જ છેટું છે,

માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે ભાજપ અને કોંગ્રેસનું ધારાસભ્યોના સંખ્યાબળ મુજબ ભાજપ અને કોંગ્રેસ બંને બે-બે બેઠક જીતી શકે તેમ હતું, પરંતુ ભાજપ ત્રીજો ઉમેદવાર ઊભો રાખી કોંગ્રેસની ચિંતા વધારી દીધી હતી, ચાર બેઠકોની ચૂંટણી એક સાથે થવાની છે ત્યારે દરેક ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ.

જેના માટે ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ.

હાલમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી

હાલમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી છે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ કુલ 172 ધારાસભ્યો છે. (ભાજપ 103, કોંગ્રેસ 65 , BPT 2, NCP 1, અપક્ષ 1 , 6 બેઠક ખાલી છે. ) જેથી તેને 5 વડે ભાગવાથી 34.2 મત આવે, જેમાં એક ઉમેરતા 35.2  થાય, આ 35.2 મત મળે તે ઉમેદવાર જીતી શકે છે, જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 108 MLAના મતની જરૂર પડે.

આ પણ વાંચો:-  જગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય

ભાજપ પાસે હાલ 103  ધારાસભ્યો છે

પરંતુ ભાજપ પાસે હાલ 103  ધારાસભ્યો છે અને કોંગ્રેસના 7 ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 66 થઈ ગઈ છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 70 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને 4 મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળે તો 2 ધારાસભ્યો ખૂટે તેમ છે, જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા ધારાસભ્યોના કુલ સંખ્યાબળ જોતા 105 ધારાસભ્યો જોઈએ, તેથી ભાજપને પણ હવે માત્ર બે મત જ ખૂટે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.