મહેસાણા,
પાલનપુર, પાટણ,તા.૬
ઉત્તર ગુજરાતમાં
હવે કોરોના વાઈરસ ધીમે ધીમે અસ્ત થવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. જેમાં આજે પાટણ
જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૦ની અંદર આવી જતાં પ્રજા અને તંત્રએ હાશકારો
અનુભવ્યો છે. જો કે ગતરોજ કરતાં ૪૦ ઓછા કેસ નોંધાયા છે. આજે ફરી કોરોનાનો આંક
૩૦૦ને પાર થવા પામ્યો છે. જેમાં મહેસાણા જિલ્લામાં આજ ૩૪નો વધારો થતાં ૧૮૬ તથા
બનાસકાંઠામાં પાંચ કેસનો ઘટાડો થતાંં ૧૩૯ તેમજ પાટણ જિલ્લામાં ૭૪ કેસ મળી કુલ
ઉત્તર ગુજરાતમાં કુલ ૩૫૮ કેસ નોંધાવા પામ્યા છે. કોરોના સંક્રમણના વધઘટ કેસો વચ્ચે
આજથી ધોરણ-૧થી ૯ ઓફ લાઇન શિક્ષણનો પ્રારંભ થનાર હોવાથી વાલીઓ દ્વાધામાં મુકાયા
છે.
મહેસાણા જિલ્લામા ં છઠ્ઠી
ફેબુ્રઆરી સુધીમાં ૪૩૪૪૩૧ શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં
૪૩૧૪૭૩નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. રવિવાર ના રોજ રોજ ૩૦૯૩
સેમ્પલનુ પરિણામ આવેલ છેે. જેમાં ૨૯૫૮નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. સરકારી
લેબમાં ૧૩૫ નો રીપોર્ટ પોઝીટીવ,ખાનગી
લેબમા ૫૧ પોઝીટીવ મળી કુલ૧૮૬ કેસ નોંધાયા છે.
આ કેસો પૈકી શહેરી વિસ્તારમાં ૮૨ તથા ગ્રામ્યમાં ૧૦૪ કેસ સામે આવ્યા છે. હજુ
૫૯૬નું પરિણામ બાકી છે. રવિવારે ૧૯૩
લોકો સાજા થતા તેમને રજા અપાઇ
છે.ગત રોજ કરતાં ૩૪ કેસ વધુ નોંધાયા છે. જિલ્લામાં એક્ટીવ કેસનો આંકડો ૧૨૫૧ નોંધાયો
છે.
પાટણ જિલ્લામાં
રવીવાર સુધી ૧૨૭૪૭૯ તથા અન્ય જિલ્લાના ૧૧૦૫ મળી કુલ ૧૨૮૫૮૪ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા છે. જેમાં ૧૨૨૪૯૭ નો રીપોર્ટ નેગેટીવ આવેલ
છે. આજે
છઠ્ઠી ફેબુ્રઆરી ના રોજ કોરોના
પોઝીટીવ ૩૩ કેસ નોંધાયા છે. જેમાં ગત રોજ
કરતાં ૪૦ કેસ ઓછા જોવા મળ્યા છે. જેમાં ૧૫ પુરૃષ દર્દી અને૧૮
મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.આજદિન સુધીમાં કોરોનાન૪૨૩૫ લોકો કોરોના પોઝીટીવ
નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના ૨૫૨૭ તથા શહેરી વિસ્તારના ૧૭૦૮ કેસ નોંધાયા છે.૮૨૧ દર્દીઓ હોમ આઇસોલેશનથી
સારવાર કરાવી રહ્યા છે. જેમા એક ત્રણ
વર્ષનું બાળક કોરોના સંક્રમિત થયુ છે. તેમજ
૬૦ થી ૭૦ વર્ષની વયના ૦૫ લોકો તથા ૮૫ વર્ષના જૈફ વયના બે
દર્દી નોંધાયા છે. જ્યારે ૧૫ થી ૬૦ વર્ષના ૨૫ લોકો કોરોના પોઝીટીવ સામે
આવ્યા છે. જ્યારે ૧૯૪૦ નુપરિણામ હજુ પેન્ડીંગ છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં
ગતરોજ કરતાં ૫ કેસ ઓછા સામે આવ્યા
છે.જેમાં છઠ્ઠી ફેબુ્રઆરીના રોજ
આરટીપીસીઆરના૩૦૦૬ તથા એન્ટીજનના૬૨૬ મળી કુલ ૩૮૩૨ના શંકાસ્પદના ટેસ્ટ
કરવામાં આવ્યા હતા. જે પૈકી૧૩૯ કેસ કોરોના પોઝીટીવ સામે આવ્યા છે. જિલ્લામાં
એક્ટિવ કેસ ૯૦૨ નોંધાયા છે. તેમજ૧૦૦દર્દીઓ
સારવાર દરમિયાન સાજા થતાં રજા અપાઇ છે.
મહેસાણાના ત્રણ તાલુકા કોરોનામુક્ત
મહેસાણા જિલ્લામાંકોરોના સંક્રમણની શહેરો કરતાં ગ્રામ્ય
વિસ્તારોમાં વધુ જોવામળી છે. જેમાં રવીવીરના રોજ મહેેસાણા શહેરમાં ૬૮,કડી શહેર -૧૨ તથા
વુસનગર અને ઊંઝામાં ૧-૧ કેસ નોંધાયા છે. જ્તારે મહેસાણા તાલુકાના ગ્રામ્ય
વિસ્તારના ૧૦૪ કેસ પૈકા મહેસાણા તાલુકા-૫૫ ,વિસનગર-
૦૨ વિજાપુર-૦૫ ,બેચરાજી
-૦૯,જોટોણા-૧૩
તથા કડીના ગ્રામ્ય માં ૨૦ કેસ સામે આવ્યા
છે. વડનગર, ખેરાલુ
અને સતલાસણાના શહેરી તથા ગ્રામ્યમાં એકપણ કેસ નોંધાયો નથી.
.